કોમ્પ્યુટર સાયન્સ કરેલ સ્ટુડન્ટ ચાલુ નોકરી છોડી ને કરે છે ખેતી, ખેતી દ્વારા કરે છે આટલા રૂપિયા ની કમાણી..

60
Loading...

કોણ છે આ વ્યક્તિ?

ભારત ખેતી પ્રધાન દેશ છે. આજના આધુનિય સમયમાં ભાગ્યે જ કોઈ એવા માતા-પિતા હશે તે પોતાના સંતાનને ખેતી કરાવવા માગતા હશે.

આવું એટલા માટે કારણ કે, દેશમાં દિન-પ્રતિદિન ખેડૂતોની સ્થિતિ કથળતી જાય છે. સરકારી મદદ અને યોજનાઓનો લાભ કાગળ પૂરતો જ સિમિત બન્યો છે.

એવામાં 21 વર્ષીય વિપિન રાવ યાદવ માટે આવું કંઈ લાગુ પડતું નથી. વિપિને કોમ્પ્યુટર સાઈન્સનો અભ્યાસ કર્યો છે. હાલમાં તે નોકરી કરતો હતો.

પરંતુ, નોકરી છોડીને હાલમાં તે ખેતી કરે છે. ખાસ વાત એ છે કે, તે કોઈ પારંપરિક ખેતી નહીં પણ આધુનિક ખેતી કરે છે.

કેટલી કમાણી કરે છે

વિપિન હલે ફૂલ ટાઈમ આધુનિક ખેતી કરે છે. એ પણ કોઈ પ્રકારનો માટીનો ઉપયોગ કર્યા વગર. હાલમાં તે દર મહિને 40થી 50 હજાર રૂપિયા કમાય છે.

આ ખેતીમાં તેને ન કોઈ વરસાદની ચિંતા છે ન કોઈ માટીમાં જંતુનાશક દવાઓની. હાલમાં ખેતી દરેક ખેડૂતો માટે એક મોટી સમસ્યા બની ગઈ છે.

કેમિકલના ભારે ઉપયોગને કારણે ખેતીએ પોતાનું સ્થાન ગુમાવ્યું છે. આ ઉપરાંત વરસાદની અનિશ્ચિતતાને કારણે ખેડૂતોનો આધાર પડી ભાંગ્યો છે.

વિપિન માટી વગર એક પોલીહાઉસમાં ખેતી કરે છે. હાલમાં તે હરિયાણામાં રહે છે. અને ગુરુગ્રામમાં અભ્યાસ કર્યો છે. તેના મોટા ભાઈએ પણ બી.ટેકનો અભ્યાસ કર્યો છે.

કંઈક આવું થયું હતું

વર્ષ 2015માં બીએસસી કોમ્પ્યુટરમાં ડિગ્રી લીધા બાદ એક કંપનીમાં નોકરી કરી હતી. પરંતુ, વેતન ઓછું હોવાને કારણે તેણે ખેતી પર ફોક્સ કર્યું હતું.

જોકે, તેને બાળપણથી જ ખેતી પ્રત્યે લગાવ હતો. એક વખત મિત્રએ તેણે કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાત લેવાની સલાહ આપી.

એવામાં ત્યાં ફળ અને ફૂલની ખેતનો અભ્યાસ ચાલુ હતો. એવામાં વિપિને 200 કલાકની ટ્રેનિંગ લીધી. જેના કારણે વિપિનની જિંદગી બદલાઈ ગઈ.

નવી ટેકનોલોજીની જાણકારી લઈને વિપિન પોતાના ગામડે પરત ફર્યો હતો. વર્ષ 2016માં નોકરી છોડીને તેણે ખેતીકામ કરવાનું શરૂ કરી દીધું.

પિતાની 8 એકરની જમીનમાં તેણે 100 વર્ગફૂટમાં એક પોલીહાઉસ તૈયાર કર્યું. જે માટે 50 ગ્રો ટ્રે અને ફૂલ ખરીદ્યા હતા.

દોઢ લાખ રૂપિયાનું કર્યું રોકાણ

વિપિને કહ્યું કે, નોકરી દરમિયાન તેણે કુલ દોઢ લાખ રૂપિયાની બચત કરી હતી. જે તેણે શરૂઆતમાં રોકાણ કરવા માટે કામ આવ્યા.

શરૂઆતમાં લોકોએ તેની ખૂબ મજાક ઉડાવી હતી. માટી વગરની ખેતી અંગે કોઈ માનવા માટે તૈયાર ન હતું. તેથી લોકો હસી કાઢતા હતા.

એક મહિનામાં તેણે ગ્રો ટ્રેમાં આશરે 102 ફૂલની ખેતી કરી.

આ સાથે શાકભાજી અને ફળ પણ ઊગાડી શકાય છે. ગ્રો ટ્રેમાં કોકોપિટ, વર્મીક્યુલાઈટ અને પરલાઈટનો ઉપયોગ કરવામાં આવે છે.

ટ્રેમાં આપવામાં આવેલા છીદ્રોમાં બીજ નાંખવામાં આવે છે. બીજ અંકુરિત થાય ત્યાં સુધી તેમાં પાણી નાંખવામાં આવે છે. માટીની જેમ કિટકો અહીં આવતા નથી.

યોગ્યતા અનુસાર ખેતી કરી શકાય છે

આ પ્રકારની ખેતીમાં તાપમાનનો આધાર રાખવામાં આવે છે. ઊતરતા-ચઢતા તાપમાનને કારણે કીટકો આ પાકને ખરાબ કરતા નથી.

સૌથી ખાસ વાત એ છે કે, આ ખેતીમાં તાપમાનને અંકુશમાં રાખી શકાય છે. ટ્રેનું મિટિરિયલ પોષકતત્વો અનુસાર બદલી શકાય છે.

વિપિનનો દાવો છે કે, ફળ ને શાકભાજીની આ રીતે પૌષ્ટિક ખેતી કરી શકાય છે. જેમાં છોડના વિકાસ માટે કોબાલ્ટ સહિત 17 પોષકતત્વો તેને વિકાસ કરવામાં મદદ કરે છે.

આ સિવાય મૌસમ વગરનો પાક પણ સરળતાથી લઈ શકાય છે.

દર મહિને ઊગે છે 2.5 લાખ છોડવા

વિપિને કહ્યું હતું કે, શરૂઆતમાં મે ઘણી ભૂલો કરી હતી પણ ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી અને યોગ્ય માર્ગદર્શનથી સફળતા મળી છે.

હાલમાં હું દરેક ખેડૂતને આધુનિક ખેતી અને ખેતીના ઉપયોગમાં લેવાતી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે અપીલ કરી છે.

વિપિને ગુરુગ્રામમાં 1800 વર્ગફૂટની જગ્યા ભાડે લીધી હતી અને પોલીહાઉસ બનાવ્યું હતું. હવે તે 2500 ગ્રો ટ્રેનો માલિક છે. દર મહિને તે લગભગ 2.5 લાખ ફૂલ ઊગાડે છે.

માત્ર 21 વર્ષ ઉમરમાં તેણે આ સફળતા મેળવી છે અને ખેતીને એક નવી દિશા આપી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...