દિગ્ગજ કોંગ્રેસ નેતા એન.ડી તિવારીએ જન્મદિવસે લીધા અંતિમ શ્વાસ

43
Loading...

દિગ્ગજ કોંગ્રેસી નેતા અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીનું ગુરુવારે લાંબી બીમારી બાદ નિધન થઈ ગયું. તેઓ 93 વર્ષના નહતા. જણાવી દઈએ કે આંધ્ર પ્રદેશના ગવર્નર રહી ચૂકેલા એન.ડી તિવારી આજના દિવસે એટલે કે 18 ઓક્ટોબર 1925ના દિવસે કુમાઉંની પરિવારમાં જન્મ્યા હતા. દિલ્હીના સાકેત સ્થિત મેક્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તિવારીના પરિવારમાં પત્ની ઉજ્જવલા અને દીકરો રોહિત શેખર છે.

તિવારીને ‘વિકાસ પુરુષ’ કહેવાતા હતા. પાછલા વર્ષે બ્રેઈન-સ્ટ્રોક બાદ 20 સપ્ટેમ્બરે તેમને દિલ્હીની સાકેત સ્થિત હોસ્પિટલમાં એડમિટ કરાવાયા હતા. ડોક્ટરોએ જણાવ્યું કે મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એડમિટ એનડી તિવારીએ બપોરે 2.50 કલાકે અંતિમ શ્વાસ લીધા. 12 ઓક્ટોબરે તેમને હોસ્પિટલના ICUમાં શિફ્ટ કરાયા હતા. બાદમાં તબિયતમાં સુધારો જણાતા તેમને પ્રાઈવેટ રૂમમાં શિફ્ટ કરાવાયા હતા. તેઓ તાવ અને ન્યૂમોનિયાથી પીડિત હતા. ડોક્ટરોની એક ટીમ સતત તેમની તબિયત પર નજર રાખી રહી હતી.

બીજેપી અધ્યક્ષ અમિત શાહે એનડી તિવારીના નિધન પર શોક વ્યક્ત કર્યો. તેમણે ટ્વીટ કર્યું, ‘ હું વરિષ્ઠ રાજનેતા નારાયણ દત્ત તિવારીજીના પરિવાર તથા પ્રિયજનો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરું છું અને ભગનના તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.’

આજાદી બાદ યુપીમાં થયેલી પહેલી ચૂંટણીમાં તેઓ નૈનીતાલથી પ્રજા સમાજવાદી પાર્ટીની ટિકીટ પર પહેલીવાર ધારાસભ્ય બનીને વિધાનસભા પહોંચ્યા. તેઓ ત્રણવાર જાન્યુઆરી 1976થી એપ્રિલ 1977, ઓગસ્ટ 1984થી સપ્ટેમ્બર 1985 અને જૂન 1988થી ડિસેમ્બર 1989 સુધી યુપીના મુખ્યમંત્રી રહ્યા. તેઓ 2002-07 સુધી ઉત્તરાખંડના ત્રીજા મુખ્યમંત્રી રહ્યા. આ પહેલા 1980માં 7મી લોકભસા માટે તેઓ ચૂંટાયા હતા અને કેન્દ્રીય મંત્રી તરીકે કામ કર્યું. 1985-1988 સુધી તેઓ રાજ્યસભા સદસ્ય રહ્યા.

1990ના દશકામાં એક સમયે તેમને પ્રધાનમંત્રી પદના દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. પરંતુ પી.વી નરસિમ્હા રાવને આ પદ મળ્યું. પીએમનું પદ ન મળવાનું એક કારણ એવું પણ હતું કે તેઓ માત્ર 800 વોટોથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. તેઓ લાંબા સમય સુધી કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા. 1994માં તેમણે વૈચારિક મતભેદના કારણે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું. જોકે સોનિયા ગાંધીના પાર્ટી સંભાળ્યા બાદ તેઓ ફરીથી કોંગ્રેસ પાર્ટીમાં આવી ગયા હતા.

9 નવેમ્બર વર્ષ 2000 પર યુપીથી અલગ થઈને ઉત્તરાખંડ રાજ્ય બન્યું. પાછલા 18 વર્ષોમાં તેઓ એકલા મુખ્યમંત્રી હતા જેમણે હિમાલયી રાજ્યના મુખ્યમંત્રી તરીકે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ સમાપ્ત કર્યો. તેમની છબી એક સર્વમાન્ય નેતાની રહી.

આ પણ વાંચો : જાણો વિજયાદશમી – દશેરા પૌરાણિક મહત્વ અને કથા

તમને કદાચ ગમશે

Loading...