ઉંઝા કોંગ્રેસના MLA આશાબેન પટેલે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું, હાર્દિક પટેલે કર્યા આકરા પ્રહાર

64
Loading...

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આશાબેન પટેલના રાજીનામાંને લઈને ગુજરાત કોંગ્રેસમાં ભડકો જોવા મળી રહ્યો છે.

આશાબેન પટેલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપ્યું છે.

આશાબેને સ્વેચ્છાએ જ રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ કોંગ્રેસથી નારાજ હતા.

નારાજ ચાલી રહેલા આશાબેને પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. આ ઉપરાંત આશાબેન પટેલે રાહુલ ગાંધીના જ નેતૃત્વ પર સવાલો ઉઠાવ્યા છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે.  

ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પોતાનું રાજીનામું આપ્યું છે. રાજીનામું આપતાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો હતો. ઉંઝા એપીએમસીની આગામી એપ્રિલ માસમાં ચૂંટણી યોજાનાર છે. જેથી બન્ને પક્ષો હાલ ચૂંટણીને લઇને સતર્ક થઈ ગયા છે.  

નોંધનીય છે કે, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ફેબ્રુઆરી મહિનામાં ગુજરાત આવશે. રાહુલ ગાંધી 15 અને 16 ફેબ્રુઆરીએ મહેસાણા આવશે.

ઉત્તર ગુજરાતથી રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. મહેસાણા જિલ્લામાં રાહુલ ગાંધીની સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે.  

હાર્દિક પટેલના આશા પટેલ ઉપર આકરા પ્રહાર

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ આપેલા રાજીનામાને લઈને પોતાની તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આશાબેન 2012માં અને 2017 કોંગ્રેસનો ભ્રષ્ટાચાર નહોતો દેખાતો જેઓને આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપવું પડ્યું છે.

તેઓને ચૂંટણી પહેલા ખબર ન હતી કે કોંગ્રેસ ખરાબ છે. આશાબેન પટેલ ફક્ત અને ફક્ત પોતાના અંગત સ્વાર્થ માટે અને એપીએમસીના રાજકારણ માટે કોંગ્રેસ છોડ્યું છે. વધુમાં તેમણે કહ્યું કે આશાબેન પટેલને પાસ જોડે કાઈ લેવા દેવા નહોતા.

પાટણના એક ખાનગી પાર્ટી પ્લોટ ખાતે બિનઅનામત સમાજ સંકલન સમિતિના નેજા હેઠળ એક સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો.

જેમાં પાસ કન્વીનર હાર્દિક પટેલ ધારાસભ્ય ચંદુજી ઠાકોર પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ પાસના નેતા ગીતા પટેલ તેમજ સમાજના સામાજિક આગેવાનો આ સન્માન કાર્યક્રમમાં હાજરી આપી હતી.

કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો કે હાર્દિક પટેલ અનામત આંદોલનને લઇ સવર્ણ સમાજને ૧૦ ટકા અનામતનો લાભ મળે છે. જેને લઈને તમામ સમાજના આગેવાનોએ હાર્દિક પટેલ શાલ ઓઢાડી બહુમાન કર્યું હતું.

જોકે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે 10 ટકા અનામત ઉપર સુપ્રીમ કોર્ટે રોક લગાવશે તો આપણે શું મંજીરા વગાડના.

તો ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોઈ પણ સરકાર હોય પાંચ વર્ષમાં બદલી નાખો તો ભ્રષ્ટાચાર નહીં થાય આપણે ૨૮ વર્ષથી એક જ સરકારને લાવ્યા છીએ.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

simanchal express

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...