ઓરિસ્સામાં ‘તિતલી’ વાવાઝોડાંનો કહેર યથાવત,57 હજાર મકાનો ક્ષતિગ્રસ્ત

58
Loading...

ઓરિસ્સામાં ત્રાટકેલા ‘તિતલી’ વાવાઝોડાંમાં મૃત્યુઆંક 57એ પહોંચ્યો છે. આ વાવાઝોડાની ચપેટમાં આવતા અનેક મકાનો પણ ક્ષતિગ્રસ્ત થયા છે. કુલ 57 મકાનો ક્ષતિગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, તિતલી વાવાઝોડું ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ત્રાટક્યુ હતું. શ્રીકાકુલમ અને વિજયનગરમાં મોટાપાયે તારાજી આ તોફાને સર્જી હતી. અનેક જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા. તિતલી ત્રાટક્યુ ત્યારે 140થી 165 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

‘તિતલી’ ઓડીશા અને આંધ્રપ્રદેશમાં ત્રાટકતા આઠ લોકોનાં જીવ ગયા છે. આધ્રપ્રદેશના શ્રીકાકુલમ અને વિજયનગરમમાં મોટા પાયે તારાજી સર્જી છે. ઓડીશામાં જો કે, કોઈના મોતની ખબર આવી નથી પણ ગજપતિ અને ગંજમ જિલ્લામાં આ ચક્રવાત ભારે તબાહી છોડી ગયું છે.

આપને જણાવી દઇએ કે,તિતલી વાવાઝોડું તાજેતરમાં ઉંડા દબાણમાં પરિવર્તિત થઇને નબળું પડ્યું અને પશ્ચિમ બંગાળમાં દાખલ થયું છે ત્યારબાદ મુશળધાર વરસાદ વરસાદ થયો તથા ઓરિસ્સામાં મોટી સંખ્યમાં લોકો મૃત્યું પામ્યા હતા. આ સાથે પશ્ચિમ બંગાળમાં પણ કેટલાક લોકોના મોત નિપજ્યા હતા.

આ પણ વાંચો

વાઘણ અવનિના આદમખોર હોવાના પુરાવા મળ્યા : બચાવવાના પ્રયાસો જારી

તમને કદાચ ગમશે

Loading...