ધોલેરા સર માં જંગી ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવામાં આવશે,જાણો કેટલા કરોડ નો થાશે ખર્ચ..

112
Loading...

ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરનું કામ કરાશે શરૂ

જાહેરાત થયા બાદ અને કેટલીયવાર કામ પાછળ ઠેલાયા બાદ ધોલેરા ‘સર’માં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ શરૂ કરાશે.

2800 કરોડનો કરાશે ખર્ચ

2800 કરોડ રૂપિયાના ખર્ચે ઊભુ કરાનાર જંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પૂરૂ થાય તેવી શક્યતા છે.

ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL)ના મેનેજિંગ ડાયરેક્ટર જય પ્રકાશ શિવહરેએ જણાવ્યું કે,

‘અમે 22.5 સ્કવેર કિમીમાં ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચરની સુવિધા વિકસાવવા પાછળ 3 હજાર કરોડનો ખર્ચ કરી રહ્યા છીએ.

અને અમને આશા છે કે આ સુવિધા આગામી સપ્ટેમ્બર સુધીમાં તૈયાર થઇ જશે’

પરિયોજનાઓનો કરાશે વિકાસ

આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલીક પરિયોજનાઓ જેમ કે રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ વ્યવસ્થા તેમજ ટ્રાન્સમિશન સિસ્ટમનું નિર્માણ કરાશે.

ઔદ્યોગિક શહેર તરીકે વિકસિત થનારા ધોલેરા ‘સર’નું કુલ ક્ષેત્ર 922 ચો કિ.મી. છે.

‘અમે MoUના મોડમાં નથી’

2017માં યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ધોલેરા એસઆઇઆર માટે 1.44 લાખ કરોડ રૂપિયાની પરિયોજનાઓને મંજૂરી અપાઇ હતી.

જ્યારે રોકાણના પ્રપોઝલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શિવહરેએ કહ્યું કે હાલ અમે MoUના મોડમાં નથી.

અમને કંપની તરફથી અરજીઓ મળી રહી છે અને અમે તેને કહીએ છીએ કે જો તમારે તમારા પ્રોજેક્ટ માટે જમીન જોઇતી હોય તો અમારી પાસે આવો અને તરત જ જમીન આપીશું.

‘અન્ય કંપનીઓ સાથે કરાશે ડીલ’

DICDL આગામી કેટલાક મહિનાઓમાં પોતાની પરિયોજનાઓ માટે રસ ધરાવતી કંપનીઓ સાથે પણ ડીલ કરવાનું વિચારી રહી છે.

ફ્રેન્ચ એરોસ્પેસ, ડિફેન્સ જાયન્ટ એરબસ ગ્રુપ તેમજ બાબા કલ્યાણી દ્વારા પ્રમોટેડ કલ્યાણી ગ્રુપ ધોલેરામાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે.

પરંતુ તેઓ આદેશ મળ્યા બાદ જ તેમની સંરક્ષણ યોજનાઓ સ્થાપિત કરશે. એરબસે 2017માં એરોસ્પેસ માટે 2017માં MoU પર હસ્તાક્ષર કર્યા હતા.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...