દિવાળીમાં 2 કલાક જ ફટાકડા ફોડી શકશો, જાણો કયા ટાઇમે

66
Loading...

નેશનલ ડેસ્કઃ દેશની પ્રજા દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડીને ઉજવણી કરી શકશે. દેશની સુપ્રીમ કોર્ટે ફટાકડા ફોડવા અને વેચાણ ઉપર પ્રતિબંધ નહીં ફરમાવીને શરતોને આધીન ફટાકડા ફોડવા અને વેચાણ માટે મંજુરી આપી છે. દિવાળીના તહેવારમાં લોકો રાતે 8થી 10 કલાક સુધી એમ બે કલાક ફટાકડા ફોડી શકશે. તેમજ ફડાકટામાં જોખમી કેમિકલનો ઉપયોગ નહીં કરવા ફટાકડા ઉત્પાદકોને આદેશ ક્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે ઓનલાઈન ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

દેશમાં પ્રદુષણના મુદ્દે ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં ફટાકડા બનાવનાર વેપારીઓએ રજૂઆત કરી હતી કે, દિવાળામાં ફકત ફટાકડાથી પ્રદુષણ વધતુ નથી. ફટાકડાથી પ્રદુષણ થાય છે પરંતુ તેના આધાર ઉપર સમગ્ર ઉદ્યોગને બંધ કરી ન શકાય. કોર્ટે સુનાવણી દરમિયાન હવાના પ્રદુષણથી બાળકોને થતી શ્વાસની તકલીફ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ કહ્યું હતું કે, આ કારણોસર ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવી શકાય કે પછી પ્રદુષણ નિયંત્રણ માટે પગલા લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે પહેલા કહ્યું હતું કે, પ્રતિબંધ સાથે જોડાયેલી અરજી પર વિચાર કરતા પહેલા ફટાકડા ઉત્પાદકોની આજીવિકાનો મૌલિક અધિકાર અને દેશના 1.3 અબજ લોકોના સ્વાસ્થ્યના અધિકાર સહિત વિવિધ મુદ્દાઓને ધ્યામાં રાખવાં પડશે. સંવિધાનના અનુચ્છેદ 21 તમામ વર્ગો પર લાગૂ થાય છે, તેમજ ફટાકડા પર દેશભરમાં પ્રતિબંધ લગાવવાનો વિચાર કરતી વખતે સંતુલન જાળવી રાખવું જરૂરી છે. કોર્ટે પ્રદૂષણ પર કાબૂ મેળવવા માટે ઉપાયો આપવાનો અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોની રજુઆતના અંતે ચુકાદો અનામત રાખ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ચુદાકામાં ફટાકડાના વેચાણ અને ફોડવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ દિવાળીના તહેવારમાં રાત્રે બે કલાક ફટાકડા ફોડવા માટે મંજુરી આપવામાં આવી છે. એટલું જ નહીં લાયસન્સ ધારક વેપારી જ ફટાકડાનું વેચાણ કરી શકશે. ફટાકડામાં હાનિકારણ કેમિકલનો ઉપયોગ નહીં કરવા ઉત્પાદકોને નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત ક્રિસમસ અને ન્યૂ યરના દિવસે માત્ર 20 મિનિટ ફટાકડા ફોટવાની મંજુરી સુપ્રીમ કોર્ટે આપી છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું કે, ફટાકડા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવે તો વ્યાપક રૂપમાં જનતા ઉપર અસર પડવાની શકયતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રમી કોર્ટે વર્ષ 2017માં દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

આ પણ વાંચો

ફેસબુક પર પ્રેમ થયો અને વિદેશી મહિલા પતિને છુટાછેડા આપી આવી ગઈ ભારત : જાણો પૂરો મામલો

તમને કદાચ ગમશે

Loading...