એરફોર્સ ડે’ની તૈયારી દરમિયાન વાયુસેનાનું પ્લેન થયું ક્રેશ : પાયલોટનો આબાદ બચાવ

ઉત્તરપ્રદેશના બાગપતમાં વાયુસેનાનું એક નાનુ પ્લેન ક્રેશ થયું છે. ખેતર વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયું છે. તો પ્લેન ક્રેશ થતા બંને પાયલોટનો આબાદ બચાવ થયો છે. ઉલ્લેખનીય છે કે, એરફોર્સ ડેની તૈયારી દરમિયાન આ ઘટના બની છે.

આ પ્લેને હિડન એરબેઝતી ઉડાન ભરી હતી અને બાગપતમાં એક ખેતર જેવા વિસ્તારમાં ક્રેશ થયું છે. ઘટનાના પગલે ઘટના સ્થળે બચાવ કામગીરી પણ હાથ ધરાઈ છે.

આ વિમાને ગાઝિયાબાદના હિંડન એરબેઝમાં ઉડાન ભરી હતી પરંતુ તે બાગપતમાં ક્રેશ થઈ ગયું હતું. આ વિમાન બાગપતના ખેતરો વાળા વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ પ્લેન એરફોર્સ-ડેની તૈયારી કરી રહ્યું હતું. આ ઘટના પછી વાયુસેનાએ તપાસના આદેશ આપ્યા છે.

આ પણ વાંચો

5 ઑક્ટોબર, 2018 નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ ?


તમને કદાચ ગમશે