લોકસભા ચૂંટણી: સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં નિરસ, દક્ષિણ ગુજરાતમાં બમ્પર મતદાન જાણો કયા વધુ..

31
Loading...

Election

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે રાજ્યની તમામ 26 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. 2014ની માફક આ વખતની લોકસભા ચૂંટણીમાં પણ મતદાનમાં ખાસ ફેર જોવા મળ્યો નથી.

દક્ષિણ ગુજરાતને બાદ કરતા સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં મતદાન પ્રમાણમાં ઓછું રહ્યું છે.

ગુજરાતમાં સરેરાશ 63.23 ટકા મતદાન થયું છે. સૌથી વધુ મતદાન વલસાડમાં 74.09 ટકા, જ્યારે સૌથી ઓછું અમરેલીમાં 55.73 ટકા મતદાન થયું હતું.

ટકાવારી

રાજ્યના અન્ય બેઠકોની વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં 60.77 ટકા અને અમદાવાદ પશ્વિમમાં 59.77 ટકા મતદાન થયું છે.

અમિત શાહ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તે ગાંધીનગર બેઠક પર 64.95 ટકા મતદાન થયું છે.

આ ઉપરાંત કચ્છમાં 57.53 ટકા, બનાસકાંઠામાં 64.71 ટકા, પાટણમાં 61.23 ટકા, મહેસાણામાં 62.74 ટકા, સાબરકાંઠામાં 67.03 ટકા,

સુરેન્દ્રનગરમાં 56.78 ટકા, રાજકોટમાં 63.12 ટકા, પોરબંદરમાં 56.77 ટકા, જામનગરમાં 58.49 ટકા,

જૂનાગઢમાં 60.70 ટકા, ભાવનગરમાં 58.41 ટકા, આણંદમાં 66.23 ટકા, ખેડામાં 60.23 ટકા, પંચમહાલમાં 61.68 ટકા, દાહોદમાં 64.41 ટકા,

વડોદરામાં 66.75 ટકા, છોટા ઉદેપુરમાં 72.90 ટકા, ભરૂચમાં 71.18 ટકા, બારડોલીમાં 71.26 ટકા, સુરતમાં 63.14 ટકા, નવસારીમાં 65.27 ટકા મતદાન થયું હતું.

આદીવાસી વિસ્તારોમાં ભારે મતદાન

અમદાવાદ પૂર્વ, પશ્ચિમ તેમજ ગાંધીનગર બેઠકમાં પણ વોટિંગમાં ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. દક્ષિણ ગુજરાતના આદીવાસી વિસ્તારોમાં જોરદાર વોટિંગ જોવા મળ્યું છે.

નર્મદા, નવસારી, વલસાડ, બારડોલી, છોટા ઉદેપુર, દાહોદમાં બમ્પર વોટિંગ જોવા મળ્યું છે.

લોકો સવારમાં જ વોટ આપી આવ્યાં

આજે સવારે સાત વાગ્યાથી 26 લોકસભા બેઠકો પર વોટિંગ શરુ થઈ ગયું હતું.

તડકો નડે નહીં તે માટે લોકો વહેલી સવારમાં જ વોટ આપવા પહોંચી જતાં મતદાન મથકો પર લાંબી લાઈનો જોવા મળી હતી.

જોકે, બપોર થતાં લાઈનો અદ્રશ્ય થવા લાગી હતી. ગ્રામ્ય વિસ્તારોને બાદ કરતા શહેરી વિસ્તારોના મતદાન કેન્દ્રો પર ખાસ મતદારો પણ જોવા નહોતા મળ્યા.

ઈવીએમ બગડવાની, નામ ન હોવાની ફરિયાદો યથાવત રહી

આ વખતે પણ મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જવાના, ઈવીએમ કે વીવીપેટ મશીનમાં ખરાબી હોવાના કેટલાક કિસ્સા સામે આવ્યા હતા.

જોકે, તંત્ર દ્વારા તાબડતોબ કાર્યવાહી કરીને મતદાન ફરી શરુ કરાયું હતું. ભાજપના નેતા અડવાણી શાહપુરમાં વોટિંગ કરવા ગયા તે વખતે પણ ઈવીએમ ખોટકાયું હતું.

ગરમીમાં મતદારો હેરાન ન થાય તે માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

દિગ્ગજોએ કર્યું વોટિંગ

પીએમ મોદી, અમિત શાહ, એલકે અડવાણી તેમજ આનંદીબેન પટેલ જેવા દિગ્ગજો પણ ગુજરાતમાં પોતાનો વોટ આપવા આવી પહોંચ્યા હતા.

સીએમ રુપાણીએ રાજકોટ, ડે. સીએમ નીતિન પટેલે કડીથી જ્યારે કેશુબાપાએ વિસાવદરથી વોટિંગ કર્યું હતું.

પીએમે રાણીપમાં વોટ કર્યા બાદ ભાજપ તરફી નારેબાજી થતા કોંગ્રેસે તેમની સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ પણ કરી હતી.

જોકે, આ ફરિયાદને ચૂંટણી પંચે રિજેક્ટ કરી હતી.

રુપાણીને પગે લાગ્યા કોંગ્રેસના ઉમેદવાર

સીએમ વિજય રુપાણી રાજકોટ વોટ કરવા પહોંચ્યા ત્યારે આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા કોંગ્રેસના ઉમેદવાર લલિત કગથરા સાથે તેમનો ભેટો થઈ ગયો હતો.

કગથરાએ આ સમયે રુપાણીને પગે લાગતા આસપાસ હાજર લોકોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું.

ઓછું મતદાન કોને ફળશે? કોને નડશે?

અત્યાર સુધી એવો ટ્રેન્ડ જોવા મળ્યો છે કે વધારે મતદાન ભાજપને ફળ્યું છે, જોકે આ વખતે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં જ્યાં ભાજપ માટે સ્થિતિ મુશ્કેલ મનાઈ રહી છે

ત્યાં જ આ વખતે વોટિંગ ઓછું થતાં કોને ફાયદો થશે અને કોને નુક્સાન થશે તેનો ક્યાસ કાઢવામાં રાજકીય પંડિતો લાગી ગયા છે.

આવાજ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો



તમને કદાચ ગમશે

Loading...