J&K: ત્રાલમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો, એક જવાન શહીદ, એક ગંભીર

31
Loading...

જમ્મુ-કાશ્મીરમાં સેનાની તાબડતોબ કાર્યવાહીનાં કારણે હાંફળા-ફાંફળા થયેલા આતંકવાદીઓે ગુરૂવારે મોડી સાંજે સેનાના કેમ્પને નિશાન બનાવીીને હુમલો કર્યો હતો. પુલવામા જિલ્લાનાં ત્રાલ વિસ્તારમાં કેમ્પર પર આતંકીઓ દ્વારા થયેલ હુમલામાં એક જવાન શહીદ થઈ ગયા છે જ્યારે એક જવાન ગંભીર ઈજા પહોંચી છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર, આતંકી હુમલામાં બે જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાય તે પહેલા જ એક જવાન શહીદ થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે, ગુરૂવારના રોજ રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં થયેલી અથડામણોમાં જવાનોએ કુલ છ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

આતંકવાદીઓએ રાષ્ટ્રીય રાયફલ્સના કેમ્પ નંબર ૪૨ પર ફાયરિંગ કર્યું હતું. આ આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મહંમદ આતંકવાદી સંગઠને સ્વિકારી છે. હુમલાને પગલે જવાનોએ પણ વળતો ગોળીબાર કર્યો હતો અને તે વિસ્તારને ચારે તરફથી ઘેરી લેવાયો હતો. આ પહેલાં દિવસ દરમિયાન અનંતનાગ અને બારામુલ્લા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં છ આતંકવાદીઓને ઠાર મારવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો

26,ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, મિથુન રાશિના જાતકો ખાસ વાંચો…

સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે, જેમને ઠાર મારવામાં આવ્યા છે તેમાંથી ઘણાં ઉચ્ચ શિક્ષણ પામેલા હતા. એવું મનાય છે કે સુરક્ષા દળો દ્વારા દિવસભરમાં કરવામાં આવેલી કાર્યવાહીથી આતંકવાદીઓ હતાહત થઈ ગયા હતા અને તેઓ બદલાના ભાવના સાથે ત્રાલમાં સેનાના કેમ્પ પર ત્રાટક્યા હતા..

તમને કદાચ ગમશે

Loading...