વિશ્વના સૌથી fastest growing cities 20માંથી 17 ભારતના હશે, નંબર-1 સુરત જાણો રાજકોટ નો કેટલા મોં નંબર ?

62
Loading...

વિશ્વના સૌથી fastest growing cities માં Surat ટોપપર 

2019થી 2035 વચ્ચે વિશ્વના fastest growing cities 20 શહેરોમાં ભારતના 17 શહેરો હશે. જેમાં ટોપ 3 સિટીમાં સુરત, આગ્રા અને બેંગાલુરુ હશે.

આ લિસ્ટમાં 7માં સ્થાને ગુજરાતનું બીજુ એક શહેર રાજકોટ પણ સામેલ છે.

2035 સુધીમાં આર્થિક મોરચે વિશ્વના શહેરો વિશે ઓક્સફોર્ડ ઇકોનોમિક્સના એક રિપોર્ટમાં જણાવાયું છે.

2035 સુધી ભારતીય શહેરોનો જીડીપી અનેક ગણો વધી જશે.

fastest growing cities

ચીનના શહેરોનો દેખાવ સારો પણ ગ્રોથની સરખામણીએ ભારત આગળ

રિપોર્ટ મુજબ ચીનના શહેરો જીડીપી વધુ હશે પણ જીડીપી ગ્રોથની સરખામણીએ ભારતીય શહેરોનો દેખાવ સૌથી સારો રહેશે.

વિશ્વમાં 2019થી 2035 દરમિયાન fastest growing cities ટોચના 20 શહેરોમાં 17 તો ભારતીય હશે’ તેમ રિપોર્ટમાં ઉમેરાયું છે.

આ રિપોર્ટમાં કહેવાયું કે, પહેલીવાર એશિયાના શહેરોનો એકંદરે વિકાસ 2017 સુધીમાં ઉત્તરી અમેરિકા અને યૂરોપના તમામ શહેરના સંયુક્ત જીડીપીથી વધી જશે.

સુરત ઉપરાંત રાજકોટનો પણ ટોપ-10માં સમાવેશ

અભ્યાસ મુજબ સુરત 2018થી 2035 વચ્ચે 9.2 ટકાનો વૃદ્ધિ દર હાંસલ કરીને ટોચ પર રહેશે.

એ પછીના ક્રમે આગરા, બેંગલુરુ, હૈદરાબાદ, નાગપુર, તિરુપ્પુર, રાજકોટ, તિરુચિરાપલ્લી, ચેન્નઇ અને વિજયવાડા રહેશે.

ડાયમન્ડ સિટી સુરત 2035 સુધીમાં ઝળકી ઉઠશે

2019થી 2035 વચ્ચે વિશ્વના fastest growing cities 20 શહેરોમાં ભારતના 17 શહેરો હશે. જેમાં ટોપ 3 સિટીમાં સુરત, આગ્રા અને બેંગાલુરુ હશે.

આ રિપોર્ટ અંગે કોમેન્ટ કરતા સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારાસને કહ્યું કે, ‘સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત શહેરના માળખાકીય વિકાસ માટે અનેક નવા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને હજુ આવશે.

તેમજ ડાયમન્ડ હબ સિટીને હવે ઇન્ટરનેશનર કનેક્ટિવિટી પણ મળી છે જે તેના વિકાસમાં મદદ કરશે.

ત્યારે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સુરત મહત્વનું સ્ટેનશ બની રહેશે.

ઉપરાંત સુરત એક માત્ર એવું શહેર છે જે ખૂબ જ વધારે એકોમોડેટિવ ડેવલોપમેન્ટ ધરાવે છે.’

વસ્તીની દ્રષ્ટીએ મુંબઈ ટોપ-10માં

જ્યારે આ લિસ્ટમાં રહેલા બેંગાલુરુ, હૈદરાબાદ અને ચેન્નઈ જાણીતા ટેક્નોલોજી હબ હોવાની સાથે સાથે અનેક મોટી ફાઇનાન્સ કંપનીઓનું ઘર પણ છે.

આ રિપોર્ટ મુજબ ભારતની બહાર વિશ્વમાં fastest growing cities વિકસતા શહેરમાં કમ્બોડિયાની રાજધાની પ્નોમ પેન્હ રહેશે.

જ્યારે આફ્રિકન રીજનમાં દાર એ સલામનો પણ સામેવશ થાય છે.

તો 2035 સુધીમાં વસ્તીની દ્રષ્ટીએ મુંબઈનો સમાવેશ ટોપ 10 શહેરોમાં થશે.

ન્યુયોર્ક હશે સૌથી વિકસિત શહેર

fastest growing cities

જોકે GDPની દ્રષ્ટીએ ન્યુયોર્ક વિશ્વનું સૌથી વિકસિત ઈકોનોમી ધરાવતું શહેર રહેશે.

જ્યારે ચીનનું શંઘાઈ લંડનની સાતે ચોથા નંબરે રહેશે.

જ્યારે બીજા અને ત્રીજા નંબરે ક્રમાનુસાર ટોક્યો અને લોસ એન્જેલેસ રહશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...