મુકેશ અંબાણીને લાગી ગઈ મોટી લોટરી જાણો કારણ…

83
Loading...

મોદીના એક નિર્ણયથી એમેઝોન-ફ્લિપકાર્ટને ઝટકો

ઈ-કોમર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓ એમેઝોન અને વોલમાર્ટએ ભારતીય ઓનલાઈન રિટેલ ક્ષેત્રના રાજા બનવાની યોજના બનાવી હતી, પરંતુ તેમની મહત્વકાંક્ષા આગામી લોકસભા ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય પ્રાથમિકતાઓની ભેટ ચઢી ગઈ. મે મહિનામાં યોજાનારી લોકસભા ચૂંટણીને પગલે લોકલ રિટેલરોએ સરકાર પર દબાણ કરી અમેરિકાના ઓનલાઈન દિગ્ગજો માટે મુશ્કેલી ઊભી કરી દીધી છે.

આ કારણે મોદી સરકારે FDIના નિયમો બદલવા પડ્યા

FDI એક ફેબ્રુઆરીથી લાગુ થયેલો ઈ-કોમર્સનો નવો એફડીઆઈ નિયમ એમેઝોન અને વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટ માટે મોટી મુશ્કેલી બની ગયો છે. સરકાર દ્વારા નિયમોને કડક કરવાનો હેતુ નાના વેપારીઓના હિતોનું રક્ષણ કરવાનો છે, પરંતુ તેનો મોટો ફાયદો દેશના સૌથી ધનવાન બિઝનેસમેન મુકેશ અંબાણીને થવા જઈ રહ્યો છે, જે આ ક્ષેત્રની વૈશ્વિક કંપનીઓ માટે એક મજબૂત પ્રતિસ્પર્ધી બનવા તરફ આગળ વધી રહ્યા છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં હાર બાદ સરકાર વોટરો પર પોતાનો પ્રભાવ વધારવા માટે શક્ય તમામ મદદ કરી રહી છે. સાથે જ, નોટબંધી અને જીએસટી લાગુ થવાથી નારાજ લોકોને પણ તે મનાવવાનો પ્રયાસ કરી રહી છે.

મોટી સમસ્યા છે આ નિયમ

FDI એફડીઆઈના નવા નિયમોથી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પોતાની ઈનવેન્ટરી નહીં રાખી શકે અને તેણે બધા સેલર્સ સાથે સમાન વ્યવહાર કરવાનો રહેશે. સાથે જ, તે કોઈ કંપનીનો મામલ એક્સક્લુઝિવ વેચવા માટે પણ ડીલ નહીં કરી શકે, જેની સીધો અર્થ છે કે, મોટા ડિસ્કાઉન્ડ પર રોક. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ, તેનો ફાયદો અંબાણીના નવા વેન્ચરની સાથે જ સ્થાનિક કંપનીઓને થશે. યુબીએસ એજીએ ગત મહિને કહ્યું હતું કે, અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાસે ભારતની સૌથી મોટી રિટેલ ચેન અને ત્રીજું સૌથી મોટું ટેલિકોમ નેટવર્ક છે અને તેમાં એમેઝોન અને અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડનું સ્થાનિક સંસ્કરણ બનવાની અપાર ક્ષમતા છે.

મુકેશ અંબાણી માટે મોટી જીત

FDI ગ્રાહાઉન્ડ રિસર્ચના સીઈઓ સંચિત વીર ગોગિયાએ કહ્યું કે, ‘માનો કે ના માનો, ભારતમાં ઈ-રિટેલરો માટે એફડીઆઈના કડક નિયમ રિલાયન્સ અને રિટેલ ક્ષેત્રમાં તેમની મહત્વકાંક્ષા માટે મોટી જીત છે.’ ટેલિકોમ સહિત અન્ય ક્ષેત્રોમાં સફળતાના ઝંડા ગાળ્યા બાદ મુકેશ અંબાણીએ ગત વર્ષે એક મોડલના નિર્માણ માટે યોજના રજૂ કરી હતી, જે રિલાયન્સના કન્ઝુમર ઓફરિંગ્સ માટે એક હાઈબ્રિડ નવું કોમર્સ પ્લેટફોર્મ પુરું પાડે છે. આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને.. ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

 

તમને કદાચ ગમશે

Loading...