દિવાળીની સફાઈ કર્યા પછી એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ઘરને આ રીતે બનાવો શુકનવંતું

55
Loading...

દિવાળીમાં ઘર સફાઈ તો તમે કરી જ હશે. દિવાળીમાં ઘર રીતે સાફ કરવામાં આવે છે જેથી ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જાનું સંચરણ ન થાય. આમછતાં જો કોઈ ખૂણે કે ખાંચરે કશું ધ્યાન બહાર રહી ગયું હોય તો તેટલા અંશે વાસ્તુદોષ અને નકારાત્મક ઉર્જા ઘરમાં સંચરણ કરતી હોય છે. એને દૂર કરવા માટે વગર પૈસાનો ઉપાય છે ગંગાજળનો છંટકાવ, કરીને ઘરને શુદ્ધ કરો.

દિવાળી પૂજન પહેલા આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. જેથી ઘરમાં સંપૂર્ણ પણે સકારાત્મક ઉર્જાનું સંચરણ થાય.

દિવાળીની સારી ઉજવણી કરવા માટે તેમજ વાસ્તુદોષના નિવારણ માટે ગંગાજળ ઉપરાંત પણ અન્ય સરળ ત્રણ ઉપાયો છે જે કરવાથી વાસ્તુદોષ દૂર થાય છે. પરિવારની સુખાકારીમાં વધારો થાય છે. તમે અહીં દર્શાવેલા માત્ર 3 ઉપાય કરી શકો છો. આ ઉપાય કરી તમે ઘરમાંથી નકારાત્મક ઊર્જાને દૂર કરી અને પ્રગતિનો માર્ગ ખોલી શકો છો.

આ પણ વાંચો : દિવાળીના દિવસે માતા લક્ષ્મીની સાથે જ હોય છે અલક્ષ્મી અને દેવી દરિદ્રા, રોકો આ રીતે

1. ઘરમાં રોજ હનુમાનજીની પૂજા કરવી અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો. હનુમાન ચાલીસાની ચોપાઈ નકારાત્મક ઊર્જાને તુરંત દૂર કરી દે છે.
2. દરેક શનિવારે શનિ મંદિરમાં જઈ તેલ ચડાવવું. આ ઉપરાંત પોતાના જૂના ચપ્પલ કોઈ ગરીબને દાનમાં આપી દેવા.
3. એક કાંચના ગ્લાસમાં નમક ઉમેરી અને ઘરના નૈઋત્ય ખૂણામાં રાખી દો. તેની પાછળ લાઈટ ચાલુ રાખવી. જ્યારે આ પાણી સુકાઈ જાય ત્યારે ફરીથી તેમાં નમકવાળું પાણી રાખી દેવું.

આ ઉપરાંત વાસ્તુદોષ નિવારણ યંત્રની પૂજા પણ કરી શકાય. અહિં વાસ્તુદોષ નિવારણ યંત્ર ફોટામાં આપેલું છે.

દીપાવલીઃ સુખ અને સમૃદ્ધિ માટે દિવાળી પર અપનાવો આ ઉપાય

તમને કદાચ ગમશે

Loading...