આ પાંચ શેર્સમાં રોકાણ કરવા પર મળી શકે છે 100 ટકા રિટર્ન : જાણો વધુ

92
Loading...

એક વર્ષમાં પૈસા ડબલ થઈ શકે : 

રાજેશ મેસ્કરેનસ, મુંબઈ: NBFCમાં રોકડની તંગીને કારણે સેન્સેક્સ એક મહિનામાં 3300 પોઈન્ટ એટલે કે 7.5 ટકા નીચે આવી ગયો છે. આવામાં સારા પ્રોફિટ ગ્રોથ વાળા અનેક શેર્સ પણ 20થી 40 ટકા તૂટ્યા છે. BSE 500 ઈન્ડેક્સમાં લગભગ 12 કંપનીઓનું શાર્પ અર્નિંગ અપગ્રેડ થયું છે. અમારા સહયોગી અખબાર ઈકોનોમિક ટાઈમ્સે એવા ટોપ 5 શેર્સનું વિશ્લેષણ કર્યું છે જેનાથી આગામી 12-15 મહિનામાં તમારા પૈસા ડબલ થઈ શકે છે.

ગ્રેફાઈટ ઈન્ડિયાઃ

આ કંપની ઈલેક્ટ્રોડ બનાવે છે. તેનો નફો એક વર્ષમાં રેકોર્ડ 5.1 અબજ ડોલર પહોંચવાની આશા છે. 2017માં નફો 1.5 અબજ ડોલર હતો. ત્રણ વર્ષ નુકસાનમાં રહ્યા બાદ કંપનીનું હવે મજબૂત ટર્નઅરાઉન્ડ થયુ છે. ગ્રેફાઈટ ઈન્ડિયા દેશની સૌથી મોટી ઈલેક્ટ્રોડ પ્રોડ્યુસર છે. તેમાં વન યર ફોરવર્ડ અર્જિનથી માત્ર 5 ગણા દરે ટ્રેડિંગ થઈ રહ્યું છે. આ ગણતરીએ તે દુનિયાનો સૌથી સસ્તો ગ્રેફાઈટ ઈલેક્ટ્રોડ શેર છે. વિશ્લેષકોનું માનવું છે કે ગ્રેફાઈટ કંપનીઓનો બિઝનેસ અનેક વર્ષો સુધી વધવાનો છે. તેનો ઉપયોગ EAF સ્ટીલ બનાવવામાં થાય છે. એનાલિસ્ટ અનુજ સિંઘલાએ કહ્યું, “ગ્રેફાઈટ ઈન્ડિયાનું વેલ્યુએશન ઘણું ઓછુ છે. અમારુ માનવું છે કે કંપનીનો નફો નાણાંકીય વર્ષ 2020માં ટોચ પર પહોંચશે અને પછી તેના ગ્રોથમાં થોડો ઘટાડો થઈ શકે છે. ગયા 10 વર્ષમાં તેનું એવરેજ PE 11 રહ્યું છે. આ સરખામણીએ કંપનીના શેર્સ અત્યારે ઘણા ઓછા ભાવે મળી રહ્યા છે.”

ગુજરાત સ્ટેટ પેટ્રોનેટઃ

GSPLની એચપી પાઈપલાઈનનું ટેરિફ એપ્રિલ 2018થી આગામી પાંચ વર્ષ માટે 28 ટકા વધી 1.35 રૂપિયા પ્રતિ SCM થઈ ગયુ છે. એનાલિસ્ટોની કંપનીના અર્નિંગ પર શેર એસ્ટિમેટમાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. GSPLના ટ્રાન્સમિશન યુનિટનું વોલ્યુમ ગ્રોથ પણ ઘણુ સારુ છે. તેનાથી CGD અને PNG સેક્ટરના ગ્રોથને સપોર્ટ મળી રહ્યો છે. ગુજરાતમાં LNG કેપેસિટીમાં વધારાથી કંપનીને ફાયદો થઈ રહ્યો છે. ICICI સિક્યોરિટીઝના એનાલિસ્ટ મયૂર મતાનીએ જણાવ્યું, “PNGRB”ના ટ્રાન્સમિશન ટેરિફમાં વધારો કરવા માટે કંપની પોઝિટિવ છે જેને કારણે તેનું અર્નિંગ સુધર્યું છે.

હિમાદ્રિ કેમિકલ્સઃ

આ કાર્બન મિટિરિયલ્સ અને કેમિકલ્સ કંપનીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. કંપની સ્પેશિલિટી કાર્બન બ્લેક લાઈન પણ શરૂ કરવા જઈ રહી છે. વિશ્લેષકોનું કહેવુ છે કે આ સેગમેન્ટમાં ટ્રેડિંગની તકો ઉજળી છે. HSCLના દેવામાં પણ ઘટાડો થઈ રહ્યો છે અને કંપનીને મજબૂત કેશ ફ્લો મળી રહ્યો છે. તેનો ઓપરેશનલ કેશ ફ્લો યીલ્ડ 5 ટકા છે. ICICI સિક્યોરિટીઝના એનાલિસ્ટ ચિરાગ શાહે જણાવ્યું, નાણાંકીય વર્ષ 2020માં HSCLની આવકમાં 22.7 ટકા અને નફામાં 28.5 ટકા CGRની આશા છે.

જિંદલ સ્ટેનલેસઃ

કંપની નાણાંકીય વર્ષ 2019ના અંતમાં 40-50 કરોડ રૂપિયાના કેપિટલ એક્સપેન્ડિચરના માધ્યમથી કેપેસિટી 8 લાખથી વધારીને 11 લાખ ટન કરવા જઈ રહી છે. તેનો માર્કેટ શેર ઊંચો છે. પ્રોડક્ટ મિક્સ અને વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સના કારણે કંપનીના માર્જિનમાં વધારો થઈ શકે છે. JSLના રિટર્ન રેશિયો પણ મજબૂત છે અને આ બાબતે તે યુરોપની સ્ટીલ કંપનીઓ કરતા આગળ છે. MK ગ્લોબલના એનાલિસ્ટ કમલકાંત સાહુએ જણાવ્યું, “નાણાંકીય વર્ષ 2020માં ઈવી, એબિટ્ડાના 6.5 ગણાના દરથી અમે આની ટાર્ગેટ કિંમત નક્કી કરી છે જે 151 જેટલી થાય છે.”

નેશનલ એલ્યુમિનિયમઃ

માર્કેટ એનાલિસ્ટોએ નાણાંકીય વર્ષ 2019માં નાલ્કોનો EPS એસ્ટિમેટ 5.5 ટકા વધાર્યો છે. તેનું કારણ એલ્યુમિનિયમની કિંમતમાં તેજી અને રૂપિયાના ભાવ તૂટવા છે. કંપની માત્ર 10થી 15 ટકા ખર્ચ જ ડોલરમાં કરે છે. નાલ્કોના બોક્સાઈટ પ્રોડક્શનમાં પણ 3 ટકાનો વધારો થયો છે. કંપની 5540 કરોડ રૂપિયાની મૂડીથી એલ્યુમિનાના પ્રોડક્શન કેપેસિટીમાં પણ વધારો કરી રહી છે. મોતીલાલ ઓસવાલ સિક્યોરિટીઝના એનાલિસ્ટ સંજય જૈને જણાવ્યું, “નાણાંકીય વર્ષ 2020ના અંદાજિત EPSના હિસાબથી કંપનીના શેર 7ના PE પર મળી રહ્યા છે. આ ઘણુ આકર્ષક વેલ્યુએશન છે.”

આ પણ વાંચો : આ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની 5 સૌથી મોંઘી લેડી સિંગર, સુંદરતા માં આપે છે હિરોઇનો ને ટક્કર

તમને કદાચ ગમશે

Loading...