જાણો ફ્લિપકાર્ટ ના સચિન બંસલ કરી મકાન ની ખરીદી, મકાન બેંગ્લોરે ના પોશ વિસ્તાર માં કિંમત છે કરોડો માં જાણો કિંમત..

32
Loading...

સૌથી પોશ એરિયામાં ખરીદી પ્રોપર્ટી

વોલમાર્ટે ફ્લિપકાર્ટને ખરીદી લીધા બાદ કરોડો રુપિયા મેળવનારા ફ્લિપકાર્ટના સહ-સંસ્થાપક સચિન બંસલે બેંગલોરના સૌથી પોશ એરિયામાં મોંઘીદાટ પ્રોપર્ટી ખરીદી છે.

મળતી માહિતી અનુસાર, બંસલે શહેરના કોરામંગલા એરિયામાં પ્રોપર્ટી ખરીદી છે, જ્યાં આઈટી ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કરોડપતિઓ રહે છે.

એક જ વિસ્તારમાં ત્રીજી પ્રોપ્રટી

બંસલ હાલમાં પણ આ જ વિસ્તારમાં રહે છે, અને તેમની પાસે પોતાનં ઘર છે. બંસલે જે બે પ્રોપર્ટી ખરીદી છે તેમાંથી ક 5,800 ચોરસ ફુટ, જ્યારે બીજી 5,000 ચોરસ ફુટની છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પહેલી પ્રોપર્ટી માટે રુ. 44,000 પ્રતિ ચોરસ ફુટ, અને બીજી પ્રોપર્ટી માટે રુ. 38,000 પ્રતિ ચોરસ ફુટનો ભાવ ચૂકવવામાં આવ્યો છે.

આમ આ સોદો 45 કરોડની આસપાસ થવા જાય છે.

બંસલને મળ્યા છે 700 કરોડ!

આ અંગે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ જ્યારે બંસલનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો.

એવું માનવામાં આવે છે કે, ફ્લિપકાર્ટ અને વોલમાર્ટ વચ્ચે થયેલા સોદામાં બંસલના ભાગે 700 કરોડ જેવી જંગી રકમ આવી છે.

જેમાંથી તેમણે હાલમાં જ તગડો ટેક્સ પણ ચૂકવ્યો છે.

ત્રણ વર્ષ પહેલા 32 કરોડનું ઘર લીધું હતું

સચિન બંસલે થોડા સમય પહેલા જ બેંગલોરમાં પોતાનું ઘર ખરીદ્યું હતું.

ફ્લિપકાર્ટનું વેલ્યુએશન સારું હતું ત્યારે તેમણે પોતાનો હિસ્સો વેચીને તેમાંથી મળેલા રુપિયામાંથી આ ઘર ખરીદ્યું હતું.

આ ઘર 10,000 ચોરસ ફુટનો એરિયા ધરાવે છે, અને ત્રણ વર્ષ પહેલા 32 કરોડ રુપિયામાં તેનો સોદો કરવામાં આવ્યો હતો.

તમને કદાચ ગમશે

Loading...