સુરતમાં રાત્રિના એક વાગ્યાથી શરૂ થયુ ગણેશવિસર્જન : જાણો વધુ

48

સુરતની તાપી નદીમાં ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધના કારણે સુરતના લોકોએ રાત્રિના એક વાગ્યાથી જ ગણેશજીના વિસર્જનની કામગીરી શરૂ કરી દીધી હતી. મોડા વિસર્જન કરવામાં આવે તો શ્રીજીની પ્રતિમાઓની દુર્દશા થાય તેવું વિચારી Ganesh ભક્તો મોડીરાતથી જ બહાર નીકળી ગયા હતા.

તાપી નદીમાં ગણેશજીની પ્રતિમા પર પ્રતિબંધ અને મહાનગરપાલિકાએ બનાવેલા 22 કૃત્રિમ તળાવમાં વિસર્જનની કામગીરી મોટો પડકાર હોવાની વાત Ganesh ભક્તોને સમજાઈ ગઈ હતી. દસ દિવસ જે ગણેશજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરી હોય અને વિસર્જનના તેમની પ્રતિમાની દુર્દશા થાય તેવું ભક્તોને પાલવે તેમ ન હતું. જેના કારણે ગઈકાલની આરતી પછી મોડીરાત્રે જ ગણેશ મંડપમાં બ્રાહ્મણોને બોલાવીને વિસર્જનની પૂજા શરૂ કરી દેવામાં આવી હતી.

Ganesh

સુરતના ડક્કા ઓવારા ખાતે કૃત્રિમ તળાવમાં એક વાગ્યે પહેલા શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સુરતમાં વરસતા વરસાદમાં ગણેશ ભક્તો શ્રીજીની શોભાયાત્રા લઈને કૃત્રિમ તળાવ સુધી પહોંચી ગયા હતા. સવારે આઠ વાગ્યા પહેલા સો જેટલી Ganesh પ્રતિમાનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું.

Loading...

આ વર્ષે કૃત્રિમ તળાવ અને દરિયામાં જ વિસર્જન થવાનું હોવાથી ગણેશ ભક્તોએ મધ્યરાત્રીથી જ ગણેશજીના વિસર્જન કરવાની કામગીરી શરૂ કરી દીધી હતી. લોકોની આવી તૈયારી જોઈ સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટના માણસોને કૃત્રિમ તળાવ પર કામગીરી માટે બેસાડી દીધા હતા.

કેપટન નોબુકગના નો આત્મવિશ્વાસ ભાગ ૧ : લેખક અક્ષય ચાવડા

તમને કદાચ ગમશે

Loading...