ગીરમાં સિંહણને મરઘી ખવડાવી, ટપલી મારતો વીડિયો વાઇરલ

62
Loading...

ગીર તેમજ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે રીતે લાયન શો ચાલુ હોવાના કેટલાય વીડિયો અને પુરાવા માધ્યોમાં મળ્યા હોવા છતાં વન વિભાગ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગ્યું ના હોય તેવું જણાય છે. તાજેતરમાં ધારીના દલખાણીયામાં 23 સિંહોના ગંભીર વાઈરસને પગલે મોત થયા બાદ પણ રાજ્યનું વન વિભાગ નિંભર થઈને તમાશો જોઈ રહ્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ઝાડ પર મરઘી લટકાવીને સિંહને લલચાવાના તેમજ વાડીમાં મરઘી લઈને એક વ્યક્તિ દ્વારા હાથ વડે સિંહણને ખવડાવાના વીડિયો બાદ હવે ખુરશી પર બેસી એક શખ્સ સિંહણને મરઘી બતાવી ગેરકાયદેસર લાયન શો કરી રહ્યો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં ખુરશી પર બેસી શખ્સ મરઘી બતાવી રહ્યો હોવાનું જોવા મળે છે. આટ આટલા પુરાવા હોવા છતા વન વિભાગ દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવ્યા તે ખરેખર નિંદનીય છે તેવું ગીર સિંહપ્રેમીઓનું માનવું છે.

આ પણ વાંચો

આ છે દેશના ૧૦ કરોડપતિ શહેર.. ગુજરાતના 2 શહેરનું પણ છે તેમાં સ્થાન

અગાઉ વાડીમાં સિંહણને લલચાવીને કૂતરાની જેમ મરઘી ખવડાવતો વીડિયો વાઇરલ થયો તે કેસમાં વિભાગે 7 શખ્સોની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભક્તા નામની સિંહણને એક શખ્સ ખુરશી પર બેસીને કૂતરાની જેમ મરઘી ખવડાવી રહ્યો છે અને આટલું ઓછું હોય તેમ મરઘી આપ્યા બાદ ભક્તા સિંહણના માથા પર ટપલી પણ મારી રહ્યો છે. ગીર ગઢડાના જંગલનો આ વીડિયો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં ભક્તા નામથી જાણીતી સિંહણને એક શખ્સ ખુરશી પર બેસી મરઘી બતાવી લલચાવી રહ્યો છે

તમને કદાચ ગમશે

Loading...