૧૩ વર્ષ ની છોકરી,એક કિડનેપર,૮૮ દિવસ બંધક, જાણો આખી કહાની..

160
Loading...

11 વર્ષની છોકરીને 88 દિવસ સુધી બંધક

13 વર્ષની જેમી ક્લોસે પોતાને કિડનેપરે લગભગ 3 મહિના સુધી પોતાના બેડની નીચે 2 ફૂટની જગ્યામાં છૂપાવીને રાખી.

જેમીને કલાકો સુધી ખાવા-પીવા અને ટોઈલેટ માટે જવાની મંજૂરી નહોતી આપવામાં આવતી.

જેમીના માતા-પિતાની હત્યા કરનારા કિડનેપરે 13 વર્ષની જેમી પર એટલી યાતનાઓ કરી કે તે ડરી ગઈ હતી કે તેણે ભાગવાની પણ કોશિશ ના કરી.

અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે કેદમાં રહ્યાના 88મા દિવસે જેક થોમસ પિટરશનને પોતાની રિમોટ કેબિન ખોલી, અને જેમીને આઝાદી મળી.

તેણે પિટરસનના સ્નીકર્સને પહેર્યું અને તે એટલી ગભરાયેલી હતી કે તેણે ખોટા પગમાં ખોટા જૂતા પહેરી લીધા.

એક પાડોશીએ 911 પર કૉલ કર્યો અને તે પછી પિટરસનની ધરપકડ કરવામાં આવી.

13 વર્ષની છોકરી પર અત્યાચાર

બેરન કાઉન્ટી ડિસ્ટ્રીક્ટ અટૉની બ્રાયન રાઈટે કહ્યું, તે 13 વર્ષની છે અને તમે ફરિયાદને જોશો તો તમે જોઈ શકશો કે ગુનેગાર કઈ રીતે જેમીને પોતાના નિયંત્રણમાં રાખતો હતો.

સોમવારે નોંધવામાં આવેલી ફરિયાદમાં આ ઘટના વિશે વિસ્તારથી માહિતી આપવામાં આવી.

સ્કૂલે જતી વખતે જેમીને જોઈ

21 વર્ષના પિટરસને સોમવારે જાણી જોઈને બે લોકોની હત્યા કરવાના અને હથિયારના બળે એક કિડનેપનો આપપ લગાવવામાં આવ્યો.

ફરિયાદ મુજબ પિટરસન વેસ્ટ બેરનમાં એક ફેક્ટરીમાં કામ કરતો હતો. તેણે કામના રસ્તામાં એક સ્કૂલમાં જેમીને ચઢતા જોઈ.

ત્યારે તેણે નિર્ણય કર્યો કે આ છોકરીને તે લઈ જશે. તેણે જેમીને કિડનેપ કરવા માટે તેના ઘરના બે ચક્કર લગાવ્યા, પણ બન્ને વખત તેને નિષ્ફળતા મળી.

તે પછી તે ઘરે પાછો નીકળી ગયો અને 15 ઓક્ટોબરે તેણે ફરીથી પ્રયાસ કર્યો. કાળા રંગના કપડા, ફેસ માસ્ક અને ગ્લોવ્સ દ્વારા તેણે શોટગન સાથે લીધી.

તેણે જાસૂસોને જણાવ્યું કે તેણે ઈલેક્ટ્રીક સીટિ કાપી નાખી હતી અને તે ક્લોસના ઘર તરફ રાત્રે 1 વાગ્યે ગયો હતો.

મા-બાપને કિડનેપરે મારી નાખ્યા

જેમીએ પોલીસને જણાવ્યું કે તેણે કુતરા ભસવાનો અવાજ સાંભળ્યો હતો. તેણે માતા-પિતાને જગાડ્યા.

તેના પિતા આગળ દરવાજા તરફ વધ્યા ત્યારે તેની મા અને તે બન્ને બાથરુમમાં બાથટબમાં જઈને છૂપાઈ ગયા.

જેમીએ જણાવ્યું કે બંદૂક ચાલવાનો અવાજ સાંભળીને તેને ખ્યાલ આવી ગયો કે તેના પિતાનું મોત થઈ ગયું છે.

પિટરસને તપાસ કરી રહેલી ટીમને જણાવ્યું કે તેણે જેમ્સ ક્લોસને આગળના દરવાજાથી ગોળી મારી અને તે પછી વધુ એક ગોળીથી લોક તોડી નાખ્યું.

છોકરીના મોઢા પર ટેપ બાંધી

ફરિયાદ મુજબ તે પછી તેણે બાથરુમનો દરવાજો તોડી નાખ્યો અને બ્લેક ટેપનો રોલ કાઢ્યો. પછી જેમીને મા ડેનિસ ક્લોસને પોતાની દીકરીનું મોઢું બંધ કરવા કહ્યું.

જ્યારે ડેનિસ આવું ના કરી શકી તો પિટરસને પોતે જેમીનું મોઢું બંધ કરી દીધું. આ પછી જેમીને ખેંચીને બાથરુમની બહાર કાઢી અને તેની માને માથામાં ગોળી મારી દીધી.

છોકરીના કપડા ઉતરાવ્યા અને..

ફરિયાદ મુજબ જેક પિટરસને જણાવ્યું કે આ આખા હુમલામાં માત્ર 4 મિનિટનો સમય લાગ્યો. પિટરસને જેમીને બહાર ખેંચી અને તેણે પોતાના ટ્રકમાં નાખી દીધી.

આ પછી તે જેમીને પોતાની કેબિનમાં લઈ ગયો. તેણે પોલીસને જણાવ્યું કે તેણે રડતી જેમીને કપડા ઉતારવા માટે કહ્યું અને તેની બહેનનો પાયજામો પહેરવા માટે કહ્યું.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે કેબિનમાં પિટરસને જેમી સાથે શું-શું કર્યું છે. હજુ સરકારી વકીલે તેના પર શારીરિક શોષણના આરોપ નથી લગાવ્યા.

88 દિવસ બેડની નીચે રહી

તેણે તપાસકર્તાઓને જણાવ્યું કે જ્યારે પણ તે કેબિનની બહાર આવતો લોકો તેને મળવા માટે આવતા હતા, જેમીને તે બેડની નીચે નાની જગ્યામાં છૂપાઈ જવા માટે કહેતો હતો.

તે બેડ પર બોક્સ અને બીજો સામાન મૂકી દેતો હતો જેથી કોઈ જેમીને જોઈ ના શકે. તેણે કહ્યું કે જેમીએ બે વખત બહાર આવવાની કોશિશ કરી.

ફરિયાદમાં કહેવાયું કે ક્રિસમસની રજાઓ દરમિયાન પિટરસન રજાઓ પર ગયો માટે તેણે 12 કલાક સુધી બેડની નીચે રહેવું પડ્યું. તે ટોઈલેટ માટે પણ ના જઈ શકી.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...