ગ્લોબલ વોર્મિંગ : ક્યાંક હાડ થીજવતી ઠંડી તો ક્યાંક લૂ લાગે તેવી ગરમી, જુઓ ફોટો

83
Loading...

ગરમીના કારણે મરી ગઈ માછલીઓ

ઓસ્ટ્રેલિયામાં આજકાલ રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. એડિલેડ અને મેલબર્નમાં લૂ અને ગરમીનો કહેર એટલો છે કે તળાવમાં માછલીઓ મરી ગઈ.

ગરમીમાં થોડી રાહત

ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગમાં તાપમાનનો પારો 45 ડિગ્રીથી વધુ છે. ગરમી અને લૂના કારણે લોકો રસ્તા પર નીકળવાનું ટાળી રહ્યા છે. સાર્વજનિક સ્થળોએ ગરમીમાં રાહત આપવા પંખા અને એર કૂલિંગ સિસ્ટમ લગાવાઈ છે.

બીચ સૂમસામ

ઓસ્ટ્રેલિયામાં ગરમીનો પ્રકોપ એવો છે કે જાણીતા બીચ જ્યાં પાર્ટી અને મોજ-મસ્તી ચાલતી હોય તે આજે સૂમસામ છે.

ઠંડીમાં ઠૂંઠવાયું કેનેડા

ભારે ઠંડીના કારણે કેનેડા થીજી ગયું છે. ઓંટારિયા અને આસપાસના વિસ્તારોમાં તાપમાન -20 ડિગ્રીથી -40 ડિગ્રી સુધી પહોંચ્યું છે. જ્યાં જુઓ ત્યાં માત્ર સફેદ રંગ દેખાય છે કારણકે ચોમેર બરફ પથરાયેલો છે.

નાયગ્રા ફોલમાં પાણી નહીં બરફ

કુદરતી સૌંદર્ય માટે વિશ્વભરમાં જાણીતો નાયગ્રા ફોલ આજકાલ કંઈક આવો દેખાય છે. નાયગ્રા ફોલ બરફ બની ગયો છે. પ્રકૃતિ પ્રેમી પર્યટકો આ નજારો જોવાનું ચૂક્યા નથી. થીજી ગયેલો નાયગ્રા ફોલ જોવા ઘણા પર્યટકો આવી રહ્યા છે.

-40 ડિગ્રી તાપમાનમાં ખોરવાયું જનજીવન

અમેરિકાના શિકાગોના અમુક વિસ્તારોમાં તાપમાન -40 ડિગ્રી સુધી પહોંચ્યું છે. શિકાગો અને અમેરિકામાં સ્થિતિ એવી છે કે ઘરની પાઈપલાઈનમાં આવતું પાણી પણ થીજી જાય છે.

‘આઈસ લેક’

મિસિગન લેક ‘આઈસ લેક’ બની ગયું છે. આકાશમાંથી લેક કંઈક આવું દેખાય છે.   આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને.. ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...