આગામી 48 કલાક દરમિયાન દુનિયાભરમાં ઠપ થઈ શકે છે ઈન્ટરનેટ

દુનિયાભરના કરોડો ઈન્ટરનેટ યુઝર્સ માટે આગામી બે દિવસ મુશ્કેલીભર્યા રહી શકે છે. આગામી 48 કલાક સુધી દુનિયામાં ઈન્ટરનેટ સેવા ખોરવાઈ શકે છે.

એક રશિયન અખબારના અહેવાલ પ્રમાણે 48 કલાક દરમિયાન મેઈન ડોમેઈન સર્વર અને તેની સાથે જોડાયેલુ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર થોડા સમય માટે ઠપ થઈ શકે છે.

ઈન્ટરનેટ બંધ રહેવાનુ કારણ ગ્લોબલ ઈન્ટરનેટ શટડાઉન છે. આ કામગીરી સાથે સંકળાયેલી ઈન્ટરનેટ કોર્પોરેશન ઓફ એસાઈન્ડ એન્ડ નંબર્સનુ કહેવુ છેકે સાયબર એટેકની વધતી જતી ઘટનાઓને જોતા ક્રિપ્ટોગ્રાફિક કી બદલવાનુ કામ જરુરી બની ગયુ છે. આ કી ઈન્ટરનેટની એડ્રેસ બૂક અથવા તો ડોમેન નેમ સિસ્ટમને પ્રોટેક્ટ કરશે.

જો ઈન્ટનેટ યુઝર્સ અથવા તો નેટવર્ક ઓપરેટર્સ કે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્ આ બદલવા માટે તૈયાર નહી થાય તો ઈન્ટરનેટ સેવા પ્રભાવિત થઈ શકે છે.

ઈન્ટરનેટ યુઝર્સ જો લેપટોપ અને કોમ્પ્યુટર પર વેબસાઈટ કે પેજ ના ખોલી શકતા હોય તો રાઉટર રીસ્ટાર્ટ કરવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે. તેનાથી નક્કી થશે કે તમે જે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરની સેવા લઈ રહ્યા છો તે અપડેટ કરેલી ડોમેન નેમ સિસ્ટમ વાપરી રહ્યા છે કે કેમ

આ પણ વાંચો : 160 કરોડના લક્ઝૂરિયાસ બંગલામાં રહે છે,બચ્ચન પરિવાર,10 હજાર સ્કે.ફૂટમાં ફેલાયો છે બંગલૉ,જાણો વધુ

તમને કદાચ ગમશે