5 લાખ યૂઝર્સનાં ડેટા થયાં લીક, કંપની બંધ કરશે Google+

76
Loading...

ગૂગલે 5 લાખ યૂઝર્સનાં એકાઉન્ટ્સનાં ડેટા લીક થયા બાદ આવનારા સમયમાં Google+ને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ જણાવ્યું કે, પાંચ લાખ સુધી ઉપયોક્તાની સૂચનાઓ બહારનાં ડેવલોપરોનાં હાથ લાગી જવાને કારણ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ધ ન્યૂયોર્ક ટાઇમ્સની રિપોર્ટ અનુસાર ગૂગલે સિક્યોરિટી સાથે જોડાયેલ આ સમસ્યાને વિશે માર્ચમાં જ માલૂમ કરી લીધું હતું પરંતુ યૂઝર્સને આ વાત જણાવવામાં ન હોતી આવી. કેમ કે કંપની એમ ઇચ્છતી હતી કે કોઇને પણ આ સુરક્ષા ખામી વિશે માલૂમ પડે. આ સમસ્યા સામે આવવા પર હવે ગૂગલ પ્લસનાં કન્ઝ્યુમર વર્ઝનને ઓગસ્ટ 2019માં બંધ કરી દેવાની જાહેરાત કરવામાં આવી છે પરંતુ કંપનીનાં કોર્પોરેટ કન્ઝ્યુમર્સને માટે બનાવવામાં આવેલ વર્ઝન કામ કરતું રહેશે.

ગૂગલ એન્જીનિયર્સે સુરક્ષા ખામી વિશે કર્યું માલૂમઃ 
ગૂગલ એન્જીનિયર્સે આ સુરક્ષા ખામી વિશે માલૂમ કર્યું કે જ્યાર બાદ તેઓએ એવું માની લીધું કે ગૂગલ પ્લસ હવે ચલાવવા લાયક નથી. એટલાં માટે હવે આને કોઇ અન્ય પ્રોડક્ટ સાથે મર્જ પણ કરી શકાય.

આ પ્રકારનો ડેટા થયો લીકઃ
રિપોર્ટનાં અનુસાર એપ્લિકેશન પ્રોગ્રાઇમ ઇન્ટરફેસને આધારે બહારનાં ડેવલોપર્સ યૂઝરનાં યૂઝરનેમ, ઇ-મેઇલ એડ્રેસિસ, જેન્ડર અને ઓક્યૂપેશન વિશે માલૂમ કરી શકે છે. પરંતુ ફોન નંબર્સ, મેસેજ અને ગૂગલ પ્લસ પોસ્ટ્સ સુધી પહોંચવું મુશ્કેલ રહેશે.

Google+ની સફરઃ
ગૂગલ પ્લસને વર્ષ 2011માં શરૂ કરવામાં આવ્યું હતું. ગૂગલે આને પોતાનાં અનેક પ્રોડક્ટ્સ જેવાં કે સર્ચ એન્જીન અને યૂટ્યૂબ સાથે પણ લિંક કરવામાં આવ્યું હતું. આની સંખ્યા હવે ઘણી ઓછી થઇ ગઇ હતી અને વધારે મોટે ભાગે યૂઝર્સ તો માત્ર આને ઓપન કરીને થોડીક જ સેકન્ડોમાં બંધ કરી દેતા હતાં. સુરક્ષા ખામી સામે આવવી અને યૂઝર્સની ઉણપને જોતાં હવે ગૂગલ દ્વારા આવનારા સમયમાં Google+ને બંધ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો

મૂવી રિવ્યૂઃ તુંબાડ

તમને કદાચ ગમશે

Loading...