સરકાર હવે કરી રહી છે આ બેંકના મર્જર પ્લાનિંગ : જાણો કઇ છે આ બેંક

84
Loading...

બેંક ઓફ બરોડ, દેના બેંક અને વિજયા બેંકના મર્જર બાદ હવે સરકાર ક્ષેત્રીય ગ્રામીણ બેંકોને મર્જર કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઇ રહી છે. સરકારનો આ ઇરાદો આરઆરબીની સંખ્યાને હાલ 56 થી ઘટાડીને 36 કરવાની છે. નાણા મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ માટે કેન્દ્રએ રાજ્યોની સાથે ચર્ચા વિચારણા શરૂ કરી દીધી છે કારણ કે દેશમાં ક્ષેત્રીય ગ્રામીણ બેંકોના એ પણ પ્રાયોજક છે.

અધિકારીએ કહ્યું કે આ ઉપરાંત પ્રાયોજક બેંક કોઇ એક રાજ્યની અંદરસ્થિત આરઆરબીનો આપસમાં વિલયની રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. આ ઘટનાક્રમ આ દ્રષ્ટિથી મહત્વપૂર્ણ છે કે સરકારે આ મહિને બેંક ઓફ બરોડા, વિજય બેંક અને દેના બેંકના વિલયની પ્રક્રિયા શરૂ કરી છે.

અધિકારીએ કહ્યું કે આરઆરબીના પ્રસ્તાવિત એકીકરણ હેઠળ એમની સંખ્યાને 56 થી ઘટાડીને 36 પર લાવવામાં આવી છે. એનાથી આરઆરબીની દક્ષતા અને ઉત્પાદકતા વધશે અને સાથે જ આ બેંકોની નાણાકીય સ્થિતિ સુધારી શકાશે. નાણાકીય સમાવેશનને સારી કરવામાં આવશે અને ગ્રામીણ વિસ્તારમાં લોનનો પ્રવાહ વધી શકશે.

ક્ષેત્રીય ગ્રામીણ બેંકોનું ગઠન આરઆરબી અધિનિયમન 1976 હેઠળ કરવામાં આવ્યું છે. એમના ગઠન પાછળ નાના ખેડૂતો, ખેતી શ્રમિકો અને ગ્રામીણ ક્ષેત્રમાં કારીગરગોને લોન અને બીજી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હતી. આ કાયદામાં 2015માં સંશોધન કરવામાં આવ્યું.

આ હેઠળ બેંકોને કેન્દ્ર, રાજ્ય સરકારો અને પ્રાયોજક બેંક ઉપરાંત બીજા સ્ત્રોતોની બચત એકત્રિત કરવાની અનુમતિ આપવામાં આવી. વર્તમાનમાં ક્ષેત્રીય ગ્રામીણ બેંકોમાં કેન્દ્ર સરકારની ભાગીદારી 50 ટકા છે જ્યારે 35 ટકા ભાગીદારી સંબંધિત પ્રાયોજક બેંકની તરફથી 15 ટકા રાજ્ય સરકારની જવાબદારી છે.

તમને કદાચ ગમશે

Loading...