રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂએ માથું ઉંચક્યું, જાણો ક્યા કેટલા કેસો પોઝિટીવ આવ્યા

97
Loading...

રાજ્યમાં ફરી સ્વાઇન ફ્લૂએ માઝા મૂકી છે. રાજકોટમાં સ્વાઈન ફ્લૂના વધુ 2 કેસો પોઝિટિવ આવતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના 9 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે સુરતમાં સ્વાઈન ફ્લૂના 10 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. હાલ સ્વાઈન ફ્લૂ સિવાય મેલેરિયા અને ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. અત્યાર સુધી સ્વાઈન ફ્લૂમાં 10 દિવસમાં ચાર લોકોના મોત થયા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 9 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાંથી 9 માંથી 7 દર્દીઓનો સ્વાઈન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 9માંથી 2 દર્દીઓ અમદાવાદના, જ્યારે 7 દર્દીઓ અન્ય શહેરના જાણવા મળ્યું છે.

સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ મેળવવા બનાવો આ રીતે ઘરે ‘ઉકાળો’
દિવસને દિવસે સ્વાઇન ફ્લૂનું સંકટ વધી રહ્યું છે ત્યારે એવા પણ ઘણા ઉપાયો છે જેમાં સરળતાથી સ્વાઇન ફ્લૂથી બચી શકાય. આમ, આર્યુવેદિક રીતે બનાવાતા ઉકાળો પણ સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ પુરૂ પાડે છે. તો જાણી લો તમે પણ આ ઘરગથ્થુ આયુર્વેદિક ઉકાળો બનાવવા માટેની રીત

સામગ્રી
ચોખ્ખુ પાણી- 1 લીટર
તુલસી પાન- 15 નંગ
અરડુસી પાન- 5 નંગ
ગળો- એકથી બે ચમચી
સુંઠ અને આદુ- એકથી બે ચમચી
હળદર- એકથી બે ચમચી
અજમો- એકથી બે ચમચી
મરી- 10 નંગ
ગોળ- એકથી બે ચમચી

ઉકાળો બનાવવાની રીત
સૌ પ્રથમ એક તપેલીમાં ઉકાળાની સામગ્રી મિક્સ કરી ત્રણ ભાગ પાણી બળે ત્યાં સુધી ઉકાળવું. ત્યારબાદ ચોખ્ખા કપડાથી ગાળીને હુંફાળો ગરમ ઉકાળો પીવો.

રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂના 2 કેસ પોઝિટિવ આવ્યા બાદ બન્ને દર્દીઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ 2માંથી 1 દર્દી સિવિલ હોસ્પિટલમાં તો એક દર્દી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તો રાજકોટમાં પણ સ્વાઇન ફ્લૂનો કેસ સામે આવતા રાજકોટ કોર્પોરેશન સક્રિય થઈ ગયું છે. લોકોમાં પણ જાગૃત રહે તે પણ જરૂરી છે. આ સિવાય મહિસાગરમાં સ્વાઈન ફ્લૂને કારણે 2 લોકોના મોત થયા છે. સ્વાઈન ફ્લૂના વધતા કેસોથી સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટથઈ ગયું છે.

તમને કદાચ ગમશે

Loading...