ગુજરાત માં ફરતો વાઘ કેમેરા માં દેખાયો, જાણો કેવી રીતે આવ્યો ગુજરાત…

74
Loading...

રાત્રે વનવિભાગના કેમેરામાં દેખાયો

મહિસાગર જિલ્લાના લુણાવાડામાં ફરતો વાઘ આખરે વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા કેમેરામાં દેખાઈ ગયો છે.

મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા જ એક શિક્ષકે આ વાઘનો ફોટો લીધો હતો. ત્યારથી જ વનવિભાગ તેને શોધવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યો હતો.

100 કર્મચારીઓની ટીમ વાઘને શોધવા માટે લગાડવામાં આવી છે.

27 વર્ષમાં પહેલીવાર દેખાયો વાઘ

ગુજરાતમાં છેલ્લા 27 વર્ષ બાદ પહેલીવાર વાઘની હાજરી જોવા મળી છે. લુણાવાડામાં વાઘ હોવાનું કન્ફર્મ થતાં તેની સઘન શોધખોળ શરુ કરી દેવામાં આવી હતી.

જેમાં છેલ્લા બે દિવસમાં કેટલાક વૃક્ષોના થડ પર વાઘે નખ ઘસ્યા હોય તેવા નિશાન તેમજ તેના વાળ પણ મળી આવ્યા હતા.

વાઘના પંજાના નિશાન પણ મળતા વાઘ આટલામાં જ ફરતો હોવાનું નક્કી થઈ ગયું હતું.

એક શિક્ષકે લીધો હતો ફોટો

9 ફેબ્રુઆરીના રોજ બોરિયા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશ મહેરાએ સૌ પહેલીવાર વાઘનો ફોટોગ્રાફ લીધો હતો.

છેલ્લા કેટલાક સમયમાં મહિસાગર જિલ્લામાં તેમજ લુણાવાડાના વિસ્તારમાં કેટલાક પશુઓનું મારણ પણ કરવામાં આવ્યું હતું,

તેની પેટર્ન પરથી પણ અહીં વાઘની હાજરી શોધવા માટે પ્રયાસ કરાયા હતા. મહત્વનું છે કે, વાઘને દર ત્રણ દિવસે એક મોટો શિકાર કરવો પડે છે.

વાઘ આવ્યો ક્યાંથી?

27 વર્ષ બાદ ગુજરાતમાં પહેલી વાર વાઘ જોવા મળ્યો છે. તેવામાં સવાલ એ છે કે આ વાઘ આખરે ગુજરાતમાં આવ્યો ક્યાંથી?

એક્સપર્ટ્સનું માનવું છે કે ,લુણાવાડામાં દેખાયેલો વાઘ મહારાષ્ટ્રના મેલઘાટથી મધ્ય પ્રદેશ બોર્ડર થઈને ગુજરાતમાં પ્રવેશ્યો હોઈ શકે છે.

મેલઘાટથી ગુજરાતમાં આવ્યો?

વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ વીવી ઝાલાના જણાવ્યા અનુસાર, મેલઘાટ ટાઈગર સેન્ચ્યુરી ગુજરાત બોર્ડરની નજીક છે.

આ વિસ્તાર સાતપુરા રેંજ, પેંચ નેશનલ પાર્ક અને કાન્હા ટાઈગર રિઝર્વ સાથે સંકળાયેલો છે. એક્સપર્ટ્સનું માનવું છે કે,

આ વાઘ એકલો મેલઘાટથી ગુજરાતમાં પ્રવેશ્યો હોવાની શક્યતા નકારી ન શકાય.

આ વાઘ પોતાના વિસ્તારમાંથી બહાર નીકળી ગુજરાતમાં આવ્યો હોઈ શકે છે. પેંચ અને કાન્હા મેલઘાટને અડેલા હોવાથી અહીં વાઈલ્ડલાઈફ મૂવમેન્ટનો નેચરલ કોરિડોર રચાયેલો છે.

આ રુટ પરથી જ વાઘ અહીં આવ્યો હોવાની શક્યતા છે.

2018માં જાંબુઆમાં ફરતો હતો

આ વાઘ એક વાર મળી જાય તે પછી તે ક્યાંથી આવ્યો છે તેની વધુ ચોક્કસ માહિતી મળી શકશે.

વન વિભાગના અધિકારીઓનું માનવું છે કે, જાન્યુઆરી 2018માં એમપીના જાંબુઆમાં એક વાઘ એકલો જોવા મળ્યો હતો.

આ જ વાઘ ગુજરાતમાં પ્રવેશ્યો હોઈ શકે છે, અને તેણે જેટલા પણ શિકાર કર્યા તે શિકાર દીપડાએ કરેલા હોવાની ગેરસમજથી તેની હાજરીની નોંધ મોડી લેવાઈ હોવાની શક્યતા છે.

માદાની શોધમાં 250 કિલોમીટર ફર્યો!

ગયા વર્ષે એક નર વાઘ માદાની શોધમાં મધ્ય પ્રદશના દેવાસ, ઉજ્જૈન, ધાર અને જાંબુઆ જિલ્લાના જંગલોમાં 250 કિલોમીટર ફર્યો હતો.

ત્રણ વર્ષનો આ નર વાઘ રાજસ્થાનના બાંસવાડાથી એમપીના જાંબુઆ વચ્ચે જોવા મળ્યો હતો. ગુજરાત બોર્ડર પણ તેનાથી નજીક છે,

અને પશ્ચિમ તરફે તે 30 કિમીનું અંતર કાપી ગુજરાતમાં પ્રવેશ્યો હોઈ શકે છે.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

ટેલિગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો :  gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...