ફેબ્રુઆરી મહિનાથી જ શરૂ થઈ જશે ઉનાળો? આ વખતે ગરમી બધા રેકોર્ડ તોડશે : જાણો કારણ

112
Loading...

Summer અલ નિનોની શક્યતાઃ

ધ ઈન્ડિયા મિટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટે (IMD)એલ નીનોની સ્થિતિ ફેબ્રુઆરીથી ઊભી થવાની શક્યતા વ્યક્ત કરી

છે. તેને પગલે આવતા ઉનાળે દર વખત કરતા વધારે ગરમી પડે તેવી શક્યતા છે.

IMDના અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું કે હાલ આ આગાહી કરવી ઘણી વહેલી ગણાશે પરંતુ નિષ્ણાંતોએ એલ

નીનો આવતા વર્ષે વહેલુ થાય તેવી શક્યતા છે.

તેની અસર 2019ના ચોમાસા પર પણ પડશે. IMDના સૂત્રોના જણાવ્યા મુજબ અલ નીનો આવતા વર્ષે વસંત ઋતુમાં

નબળુ પડે તેવી શક્યતા છે

આથી ચોમાસાના શરૂઆતના દિવસો બાદ કરતા તેની ચોમાસા પર બીજી કોઈ ખાસ અસર ન પડે તેવુ લાગી રહ્યું છે.

શું છે અલ નિનો અને લા નિના?

તાજેતરની એક આગાહી મુજબ ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધી અલ નીનો અને લાલ નિના (ENSO) બંનેની સમતોલ પરિસ્થિતિ ઊભી થાય તેવી શક્યતા છે.

ત્યાર બાદ અલ નિનો ફેબ્રુઆરીથી જુલાઈ વચ્ચે જોર પકડે તેવી શક્યતા છે.

એલ નિનો સધર્ન ઓસિલેશન (ENSO) એક એવી ઘટના છે જેમાં પવન અને દરિયાની સપાટીના તાપમાનમાં અનિયમિત પરિવર્તન આવે છે.

આ ઘટના પેસિફિક મહાસાગરના પૂર્વ ભાગમાં જોવા મળે છે. તાપમાન વધવાની આ ઘટનાથી ભારતના દક્ષિણ પશ્ચિમ હિસ્સામાં ચોમાસાને અસર પહોંચે છે.

આથી ગરમી વધે તે તબક્કાને અલ નિનો કહેવાય છે જ્યારે ઠંડુ પડે તેને લા નિના કહેવાય છે.

માર્ચ-એપ્રિલ સુધી અસર રહેશેઃ

અમારા સહયોગી અખબાર ટાઈમ્સ ઑફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં IMDના એક અધિકારીએ જણાવ્યું કે આવતા

વર્ષે અલ નિનો જેવી ઘટના ઊભી થાય તેવી સારી સંભાવના છે.

તેમણે જણાવ્યું, “ઓક્ટોબર 2018 મુજબ આંતરરાષ્ટ્રીય મોડેલ જણાવે છે કે નિનો 3.4 ઈન્ડેક્સ ટેમ્પરેચરના મૂલ્યો

મુજબ અલ નીનો 0.5 ડીગ્રી સેલ્સિયસના નિશ્ચિત માપદંડને પસાર કરી જશે.

અમારી આગાહી દર્શાવે છે કે ઈન્ડેક્સનું મૂલ્ય 0.5 કરતા થોડુ ઓછુ રહેશે.

અન્ય આંતરરાષ્ટ્રીય હવામાન ખાતાઓનો ઈશારો છે કે આ વર્ષના અંત સુધીમાં અથવા તો આવતા વર્ષની શરૂઆતમાં

નબળુ અથવા મધ્યમ અલ નીનો દેખાઈ શકે છે જે વસંત ઋતુ એટલે કે માર્ચ-એપ્રિલ સુધી ચાલુ રહેશે.”

કેવુ રહેશે ચોમાસુ?

અધિકારીએ કહ્યું કે ચોમાસા અંગે કંઈપણ કહેવુ વધારે વહેલુ ગણાશે.

ચોમાસા માટે બીજા અનેક પરિબળો કામ કરે છે. વધુમાં વધુ ચોમાસાના શરૂઆતના દિવસોમાં અલ નિનોની થોડી ઘણી અસર જોવા મળશે.

જો અલ નિનો ચોમાસાના મધ્યભાગ સુધી રહેશે તો પછી ભારતના વરસાદ પર તેની અસર જોવા મળશે.

તેમણે વધુમાં જણાવ્યું કે આ કારણે ઉનાળો થોડો વધારે ગરમ જાય તેવી પણ શક્યતા છે.

આકરી હીટવેવ માટે તૈયાર રહોઃ

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઑફ ટ્રોપિકલ મિટિયોરોલોજીના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે ઉનાળા દરમિયાન અલ નિનોની ઘટના બને ત્યારે તાપમાન ઊંચુ જાય છે.

તેમાં ખૂબ જ આકરી હીટવેવની શક્યતા વધી જાય છે. તેમણે જણાવ્યું, “પેસિફિક મહાસાગરના મધ્ય અને પશ્ચિમ

હિસ્સામાં દરિયાની સપાટીનું તાપમાન વધ્યું છે જેને કારણે એલ નિનો ઈવેન્ટ થવાની શક્યતા છે.

જો ફેબ્રુઆરીમાં એલ નિનો ડેવલપ થશે તો તે કેટલાંય મહિના સુધી ચાલશે. તે 2019ના ચોમાસા માટે પણ સારુ પુરવાર

નહિ થાય. જો ફેબ્રુઆરીમાં એલ નિનો થશે તો આવતો ઉનાળો પણ ખૂબ જ ગરમ હશે..”

ઓછા વરસાદની શક્યતાઃ

ઓલ ઈન્ડિયા ઈન્ટરનેટ વેધર રેડિયો સ્ટેશનના સ્થાપક જે.આર કુલકર્ણીએ જણાવ્યું કે આવતા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ,

મે, જુન અને જુલાઈમાં અલ નિનો પરિસ્થિતિ જોવા મળે તેવમ છે.

આ વાત 2019ના ચોમાસા માટે ચિંતાજનક બની શકે છે. તેમણે કહ્યું, “એલ નિનો દરમિયાન ઓછો વરસાદ પડે તેવી

શક્યતા વધી જાય છે. પરંતુ ભારતીય ચોમાસામાં બીજા અનેક પરિબળો કામ કરે છે.”

વૈજ્ઞાનિકો શું કહે છે?

ઈન્ટરનેશનલ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ક્લાઈમેટ એન્ટ સોસાયટી (IRI) નવેમ્બર 2018ની આગાહી જણાવે છે કે અત્યારે

પેસિફિકની સપાટી સાધારણ કરતા વધારે ગરમ છે અને તેણે અલ નિનો માટે નિશ્ચિત મર્યાદાને વટાવી દીધી છે. જો કે

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવામાનની સ્થિતિ એલ નિનો માટે અત્યારે અનુકૂળ નથી. આવતા વર્ષની શરૂઆતમાં એલ

નિનો ડેવલપ થાય તેવી વધારે શક્યતા છે. IRIએ જણાવ્યું કે શિયાળા દરમિયાન અલ નિનો ડેવલપ થવાની શક્યતા છે.

એટલે કે ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી તેની અસર દેખાશે. 55થી 60 ટકા શક્યતા તે 2019ની વસંત ઋતુ સુધી

લંબાય તેવી પણ છે.

બાકી બાપુ ભારે ચમત્કારિક હો!! – આખા ગામની ઘરે ઘરની વાત જાણતા અંતર્ધ્યાન ને ચમત્કારી બાવાની રહસ્યમયી વાત, વાંચો મુકેશ સોજીત્રાની કલમે …

તમને કદાચ ગમશે

Loading...