હાર્દિક પટેલના રિપોર્ટ નોર્મલ આવ્યા, ઉપવાસ ચાલુ જ રાખવાનો હઠગ્રહ પણ ચાલુ

84
Loading...

25 ઓગસ્ટથી અનસન પર બેઠેલા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની શુક્રવારે તબિયત લથડતાં સોલા સિવિલે ખસેડવામાં આવ્યો હતો. હાર્દિક પટેલના રિપોર્ટ  નોર્મલ આવ્યા છે. હોસ્પિટલેથી રજા મળતાની સાથે જ હાર્દિક ફરી ઉપવાસ પર બેસશે. હવે ગ્રીનવુડ રિસોર્ટમાં ઉપવાસ પર બેસવાનો હોવાથી અહીં સખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાર્દિક પટેલના સમર્થનમાં માત્ર ગુજરાતના જ નહીં પણ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના લોકો અને કોંગ્રેસ તથા તેના સાથી પક્ષોના નેતાઓ પણ આવ્યા હતા. જો કે રવિવારે પાટણથી ઉંઝા સુધીની 35 કિમીની સદભાવના યાત્રા યોજી છે. જે સોલા સિવિલમાંથી  હાર્દિક પટેલે ફેસબુક લાઈવ કરી ઉપવાસ પર બેઠેલા તમામ યુવાનોને પારણાં કરી લેવા અપીલ કરી હતી. હાર્દિકે કહ્યું કે, “25મી ઓગસ્ટે ઉપવાસ આંદોલન  શરૂ કર્યું ત્યારથી અલગ-અલગ ગામડે અને તાલુકામાં યુવાનો ઉપવાસ પર બેઠા છે, તેમને પારણાં કરી આંદોલનમાં સાથે રહેવા વિનંતી કરું છું.” વધુમાં હાર્દિક પટેલે જણાવ્યું કે હોસ્પિટલે જરૂરી હતી તે સારવાર કરાવી છે પણ અન્નનો એકપણ દાણો મોંમાં નાખ્યો નથી. શાંતિપૂર્ણ રીતે આગળ પણ સહકાર આપવા  માટે હાર્દિક પટેલે ભલામણ કરી છે.

તમને કદાચ ગમશે

Loading...