માતા લક્ષ્મીના આ મંદિરમાં દિવાળી પર મળે છે ઘરેણાંઓનો પ્રસાદ

રે આપણે મંદિરમાં જઈએ છીએ ત્યારે ભગવાનના આશીર્વાદ માંગવાની સાથે આપણે ઘરે પ્રસાદ લઈને આવીએ છીએ. પણ પ્રસાદમાં સોના- ચાંદીના ઘરેણા અને રૂપિયા મળે એ વાત તમને માન્યામાં નહિં આવે. મધ્યપ્રદેશના રતલામ શહેરમાં માણેકમાં મહાલક્ષ્મીનું પ્રાચીન મંદિર છે. જ્યાં પ્રસાદમાં ભક્તોને ઘરેણાં આપવામાં આવે છે. આવો જાણીએ આ મંદિરની વિશેષતાઓ વિશે..

ફૂલો અને ઝાલરોથી આ મંદિરમાં નથી થતી સજાવટ

આમ તો અહિં વર્ષ ભર ભક્તોના ઘઓડાપુર ઉમટતા રહે છે. પણ દિવાળીના અવસર પર અહિં ધનતેરસથી ભાઈભીજ સુધી પાંચ દિવસ દીપોત્સવનું આયોજન કરવામાં આવે છે. એ દરમિયાન આ મંદિરમાં ઘરેણાં અને રૂપિયાથી સજાવવામાં આવે છે.

અહિં ભરાય છે કુબેરનો દરબાર

પાંચ દિવસ આ ઉત્સવમાં આ મંદિરમાં કુબેરનો ભંડાર પણ લગાવવામાં આવે છે. વર્ષ ભર ભક્તજનો અહિં આવીને કરોડો રૂપિયા, ધરેણાં, જવેરાત અને રોકડ ચઢાવે છે. આ ઘરેણાં અને રૂપિયાથી માનો દરબાર સજાવવામાં આવે છે પછી આ ઘરેણાં જ ફરીથી પ્રસાદના રૂપમાં ભક્તોને આપવામાં આવે છે.

દિવાળીના દિવસે આ મંદિરના કપાટ 24 કલાક ખુલ્લા રહે છે. ધનતેરસ પર મહિલા શ્રદ્ધાળુઓને અહિં કુબેરની પોટલી આપવામાં આવે છે. અહિં આવનારા કોઈ ભક્તને ખાલી હાથે પાછા મોકલવામાં આવતા નથી.

એવી માન્યતા છે કે મહાલક્ષ્મીના આ મંદિરમાં નોટ મૂકવાથી વર્ષ ભર ઘરમાં ધનની કમી નથી રહેતી. અને રસોડાંમાં પણ બરકત રહે છે. અહિં મળતા પ્રસાદને લોકો શુકન ગણીને હમેઁશા પોતાની પાસે રાખે છે. અને ક્યારેય ખર્ચ નથી કરતા.

વર્ષો પુરાણી પરંપરા

મંદિરમાં ઘરેણાં અને રૂપિયાને ચઢાવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અહિં ભક્તોની ભેંટને રજિસ્ટરમાં નોંધાવવામાં આવે છે. પછી દિવાળી પછી રેકોર્ડને આધારેજ ભક્તોને તેમના ઘરેણાં અને રૂપિયા પ્રસાદ તરીકે પાછા આપવામાં આવે છે. ભક્તજનો માને છે કે આમ ક રવાથી માતા લક્ષ્મી હમેઁશા તેમના ઘરોમાં પોતાની કૃપા વરસાવે

મહેમાનો ઝટપટ ચાઉં કરી જશે, આ રીતે બનાવો કેસર કાજૂ કતરી

તમને કદાચ ગમશે