અમેરિકાના ફલોરિડામાં વાવાઝોડા માઇકલનો કેર: જાણો વધુ

58
Loading...

અમેરિકાના ફલોેરિડામાં ચોથી શ્રેણીનું વાવાઝોડું માઇકલ ત્રાટકતા 20 કાઉન્ટીમાં 3,75,000 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની સલાહ આપવામાં આવી છે.

મિયામી સ્થિત નેશનલ હુરીકેન સેન્ટરના જણાવ્યા અનુસાર 230 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભારે વરસાદ પડવાની પણ શક્યતા છે.

તોફાનને પગલે સમુદ્રમાં મોજા 14 ફૂટ ઉંચાઇ સુધી ઉછળ્યા હતાં. અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવાની શક્યતા હોવાથી અનેક વિસ્તારોમાં એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ વાવાઝોડાને ફલોરિડાના સૌથી ખતરનાક વાવાઝોડા તરીકે ગણવામાં આવી રહ્યું છે. આ વાવાઝોડાની સરખામણી અગાઉના કોઇ પણ વાવાઝોડા સાથે થઇ શકે તેમ નથી.

વાવાઝોડું 210 કિમીની ઝડપે આગળ વધી રહ્યું હોવાથી ટૂંક સમયમાં જ ફલોરિડાના પેન્હેંડલમાં ત્રાટકશે.

રાજ્યના પાટનગર તલાહસીમાં હવામાન વિભાગે અમુક વિસ્તારના લોકોને ઘર છોડી દેવાની અપીલ કરી છે. તમારુ જીવન જોખમમાં નાખ્યા વગર તાત્કાલિક સલામત સ્થળે પહોંચી જવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો : અલ નીનોને કારણે ચાલુ વર્ષે શિયાળામાં ગયા વર્ષ કરતા : જાણો વધુ

તમને કદાચ ગમશે

Loading...