નવરાત્રીમાં યુવતી સાથે બિભત્સ વર્તન કરતા ૧૪ યુવકો ઝડપાયા

ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસની રોમિયો પર નજર
અમદાવાદમાં ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવતી મહિલા પોલીસના હાથે ઝડપાયા

અમદાવાદમાં નવરાત્રીના તહેવારમાં રાત્રે રખડતા રોમિયોને ઝડપી પાડવા માટે મહિલા પોલીસની પાંચ ટીમ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજ બજાવી રહી છે. મહિલા પોલીસે શુક્રવારે રાત્ર અમદાવાદના વિવિધ વિસ્તારમાં ગરબા તેમજ ખાણી પીણી બજારમાં યુવતીઓ સાથે બિભત્સ વર્તન કરતા ૧૪ યુવકોને ઝડપી પાડયા હતા.

મહિલા પોલીસે ગઇકાલે રાત્રે અમદાવાદના પશ્ચિમ તેમજ પૂર્વ વિસ્તારમાં ગરબના સ્થળે તેમજ ખાણી-પીણી બજારોમાં ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલીગ કર્યું હતું. જ્યાં મહિલા પોલીસ સાથે બિભત્સ વર્તન કરતા કુલ ૧૪ યુવકોને ઝડપી પાડીને તેઓ સામે ગુના નોધીને વધુ તપાસ હાથ ધરી હતી. ઉ મહિલા પોલીસે ગરબાના સ્થળેથી ૧૦ અને રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચની ધરપકડ કરી હતી. બીજીતરફ મોડી રાતે ગરબા રમવાના બહાને નીકળેલી કેટલાક પ્રેમી યુગલો રિવરફ્રન્ટ પર એકાંતની પળો માણતા હોય છે એટલું જ નહી જાહેરમાં ચેનચાળા પણ કરતા હોય છે.

આ પણ વાંચો

અહી પોતાના જ પિતા સાથે થાય છે છોકરીના લગ્ન, નાની ઉંમરમાં જ દેખાડવામાં આવે છે સપના…..

તમને કદાચ ગમશે