ભારત અવકાશમાં ઉપગ્રહ મોકલવા માટે પરવડી શકે તેવા ખર્ચે વિકલ્પ આપશે

57
Loading...

ઈસરો હાલ ‘સ્મોલ સેટેલાઇટ લોંચ વ્હિકલ’ (એસ.એસ.એલ.વી) બનાવી રહ્યું છે. જે ભવિષ્યમાં અન્ય દેશોને પણ ઓછા ખર્ચે પોતાના ઉપગ્રહો અવકાશમાં તરતા મુકવાની પરવડી શકે તેવી સેવા પુરી પાડશે.

એસ.એસ.એલ.વી. આગામી વર્ષથી અવકાશમાં જવા સજ્જ થઈ જશે. હાલમાં સેટેલાઇટ લોંચ કરવા માટે ઈસરો પાસે ‘પોલાર સેટેલાઇટ લોંચ વ્હિકલ (પી.એસ.એલ.વી.)’ અને જીઓસાયક્રોનોમસ લોંચ વ્હિકલ (જી.એસ.એલ.વી.) છે જ. તેમાં ઈસરોએ એક વાર ૧૩ ઉપગ્રહો અવકાશમાં પહોંચાડીને વિક્રમ સર્જેલો છે પણ મોટા યાનોમાં નાના ઉપગ્રહો મોકલવામાં ખર્ચ ઉંચો આવે તે સાહજીક છે. જ્યારે નાના ઉપગ્રહો છોડનારા વિકાસશીલ દેશોને તે ખર્ચ પરવડી ન શકે તે સંજોગોમાં ઈસરો નાનું યાન તૈયાર કરી રહ્યાની માહિતી ઈસરોની વ્યાપારી પાંખ ‘અંત્રરીક્ષ’ના વડા એસ. રાકેશે કહ્યું હતું.

ઈસરો હાલમાં એસ.એસ.એલ.વી. તૈયાર કરે છે. જે આગામી વર્ષે તૈયાર થઈ જશે, તેનું પરીક્ષણ પૂર્ણ થયા બાદ તે ‘અંતરિક્ષ’ને સોંપી દેવામાં આવશે. તેમાં ઉપગ્રહ મોકલવાના ખર્ચ સંદર્ભે રાકેશે કહ્યું હતું કે તેમાં ૫૦૦-૭૦૦ કિલોગ્રામનો ઉપગ્રહ અવકાશમાં મોકલવાનો ખર્ચ પી.એસ.એલ.વી. કરતા ઘણો ઓછો આવશે તેમજ તે શક્ય તેટલો ઓછો આવે તેવો અમારો અભિગમ છે.

તમને કદાચ ગમશે

Loading...