ટેસ્ટ ઈતિહાસમાં ટીમ ઇન્ડિયાની સૌથી મોટી જીત : વિન્ડીઝને ઇનિંગ અને 272 રને હરાવ્યું

ટીમ ઇન્ડિયાએ રાજકોટ ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિંગને એક ઇનિંગ અને 272 રને હરાવી દીધું છે. ટીમ ઇન્ડિયાએ પોતાની પહેલી ઇનિંગમાં 9 વિકેટ 649 રન કરીને દાવ ડિક્લેર કર્યો હતો, જ્યારે જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ પહેલી ઇનિંગમાં 181 રન જ ઑલ આઉટ થઇ ગઇ, જેથી ફૉલોઅન રમવા માટે વેસ્ટ ઇન્ડિઝની ટીમ પરત ફરી, ત્યારે એવું લાગ્યુ કે કદાચ આગળની ઇનિંગની શીખ લઇને રમશે પણ પહેલી ઇનિંગની જેમ જ મહેમાન ટીમના ખિલાડીઓ સતત આઉટ થતા રહ્યા અને 50.5 ઓવરમાં 196 રન કરીને ટીમ ઓલઆઉટ થઇ ગઇ. આ ટીમ ઇન્ડિયાની ટેસ્ટની ઇનિંગ અને રનના મામલામાં અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ પહેલા જૂનમાં અફધાનિસ્તાનને એક ઇનિંગ અને 262 રનને હરાવ્યું હતુ.

ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવા માટે આવેલી ટીમ ઇન્ડિયાએ પહેલી ઇનિંગમાં 9 વિકેટ પર 649 રન બનાવીને દાવ ડિક્લેર કર્યો હતો, જે પછી રવિચંદ્રન અશ્વિનને બૉલિંગના કારણે વેસ્ટ ઇન્ડિઝની ટીમ 181 રનમાં ઑલઆઉટ થઇ ગઇ. પહેલી ઇનિંગના આધાર પર ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ પર 468 રનની લીડ મળી. ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને ફૉલોઅન રમવા માટે મૌકો આપ્યો જે પછી બીજી ઇનિંગમાં કુલદીપ યાદવની શાનદાર બૉલિંગના કારણે વેસ્ટ ઇન્ડિઝ 196 રનમાં ઑલઆઉટ થઇ ગઇ.

ભારતીય બોલર્સ છવાયા:

સૌથી સફળ બોલર અશ્વિન રહ્યો તેણે 4 વિકેટ ઝડપી. મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી. જ્યારે ઉમેશ યાદવ, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવના નામે 1-1 વિકેટ આવી.

ટીમ ઇન્ડિયા તરફથી ત્રણ બેટ્સમેને સેન્ચુરી ફટકારી:

ટીમ ઇન્ડિયાએ 149.5 ઓવરમાં 9 વિકેટ પર 649 રન બનાવીને પહેલી ઇનિંગ ડિક્લેર કરી. જાડેજા 100 અને મોહમ્મદ શમી 2 રન બનાવીને નોટઆઉટ રહ્યા. જાડેજાની કારકિર્દીની આ પહેલી સેન્ચુરી અને સર્વોચ્ચ સ્કોર છે. આ પહેલા તેનો સૌથી વધુ સ્કોર 90 રન હતો જે તેણે 26 નવેમ્બર 2016ના રોજ મોહાલીમાં ઇંગ્લેન્ડની વિરુદ્ધ કર્યો હતો. જાડેજાએ રાજકોટના આજ મેદાન પર 2012માં પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી. પ્રથમ શ્રેણી ક્રિકેટમાં ટ્રિપલ સેન્ચૂરી ફટકારનારો તે પહેલો બેટ્સમેન બની ગયો હતો.

આ પણ વાંચો

મહાભારત યુદ્ધના કેટલાક અદભુત રહસ્ય, જેને 99 % લોકો નથી જાણતા

તમને કદાચ ગમશે