વેલેન્ટાઈન્સ ડે પર જાહેર માં રોમાન્સ કરવાથી રહો સાવધાન, આવું કરી શકે છે બજરંગદળ ના કાર્યકરો .

63
Loading...

250 જેટલા સભ્યો બનાવશે વિડીયો

બજરંગ દળના સભ્યોએ આ વખતે વેલેન્ટાઈન ડે પર કપલ્સના વિડીયો બનાવવાનું આયોજન કર્યુ છે.

આ સભ્યો એવા યુગલના વિડીયો બનાવશ જેઓ જાહેરમાં ‘પ્રેમલીલા’ કરતા હશે.

આ સિવાય કેટલાક લોકો છે છોકરીઓની પાછળ મેળ પાડવા માટે જતા હશે તેનો વિડીયો પણ બનાવીને નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવશે.

દહેરાદૂન બજરંગદળના સભ્ય વિકાસ વર્માએ જણાવ્યું કે, સમગ્ર શહેરમાં આશરે 250 જેટલા સભ્યોને મહિલા કૉલેજ બાહર, પાર્કની આસપાસ અને મોલમાં ફાળવી દેવામાં આવ્યા છે.

આયોજનની જાણ પોલીસને કરવામાં આવી

આ સભ્યો જાહેરમાં ‘પ્રેમલીલા’ કરતા યુગલો, છોકરીઓની આસપાસ આંટા-ફેરા કરતા છોકરાઓ અને ખોટી રીતે ઈશારા કરતા શખસોના વિડીયો રેકોર્ડ કરશે.

આ વિડીયો પોલીસને જમા કરાવવામાં આવશે. જેથી પોલીસ ટુકડી યોગ્ય પગલાં ભરી શકે. વિકાસે જણાવ્યું કે,

જ્યારે અમે આ આયોજનને લઈને પોલીસનો સંપર્ક કર્યો ત્યારે કેટલાક લોકોએ અમને ના પાડી હતી.

તેમણે કહ્યું કે પુરાવા વગર આરોપ લગાવો છો. પણ આ વિડીયો એક પુરાવાનું કામ કરશે.

અમે બધા યુગલોને પરેશાન નહીં કરીએ પણ જે કપલ્સ જાહેરમાં ન કરવાના અડપલા કરતા હશે તેના વિડીયો બનાવીશું.

આ વાતની ખાતરી આપી

વિકાસે કહ્યું કે, અમે એ વાતની ખાતરી આપીએ છીએ કે, વિડીયોમાં કોઈ કપલ્સના ફેસ જોઈ નહીં શકાય. ફેસ બ્લર કરી દેવામાં આવશે.

માત્ર પગ અને બીજા સિન શુટ કરાશે. આ સિવાય આ વિડીયોનો કોઈ પ્રકારે અન્ય હેતું માટે ફાયદો પણ નહીં ઊઠાવાય.

પોલીસ એસપી શ્વેતા ચૌબેએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમે કોઈને કપલ્સના વિડીયો શુટ કરવા માટે કોઈ પ્રકારની મંજૂરી નથી આપતા.

પોલીસ સ્ટાફ આવું થવા પણ નહીં દે. આ માટે પોલીસની એક તૈયાર કરવામાં આવી છે. જે જાહેર સ્થળોએ તહેનાત હશે.

ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

માત્ર બજરંગ દળ જ નહીં કોઈ પણ બીજાને ખોટી રીતે નુકશાન કરશે તેની સામે કડક પગલા ભરીશું.

અનેક વખત થયો છે વિવાદ

વેલેન્ટાઈન ડેના દિવસે માર-પીટ અને પરેશાની ઊભી કરવા બાબતે બજરંગ દળનો સભ્યો અનેક વખત વિવાદમાં રહ્યા છે.

આ વખતે પણ તેઓ રંગમાં ભંગ પાડે એવી શક્યતાઓ છે. આવા વિડીયો બનાવીને તેઓ બીજું કંઈ નહીં કરે પણ પોલીસને જાણ કરશે.

જેથી પોલીસ એક્શન લઈ શકે. જોકે, પોલીસે પણ પોતાની ટુકડીઓ બનાવીને કોઈ વ્યક્તિ કાયદો હાથમાં ન લે તે માટે તૈયારીઓ કરી લીધી છે.

ખાસ કરીને ફરવા આવેલા અને કોઈ ખોટી હરકત ન કરનારા કોઈ કપલ્સને કોઈ પ્રકારે હેરાન કરવામાં નહીં આવે એવું પોલીસે જણાવ્યું હતું.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

ટેલિગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો :  gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...