શેરબજાર રેડ ઝોનમાં: જાણો વધુ

60
Loading...

મુંબઈ: મંગળવારે સતત ચોથા સેસનમાં ભારતીય શેરબજાર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બ્રોકરેજ નોમુરા દ્વારા કરાયેલા રેટિંગ ડાઉનગ્રેડ બાદ ઓઈલ માર્કેટિંગ કંપનીઓના શેર્સમાં આજે ભારે વેચવાલી જોવા મળી હતી.

આજે બપોરે 2 વાગ્યે BSE સેન્સેક્સ 346.78 પોઈન્ટ્સ ગગડીને 33,787.60 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નિફ્ટી 128 પોઈન્ટ્સ ઘટી 10,117.25 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

લિક્વિડિટીની ચિંતાએ NBFCના શેર્સ પર પણ દબાણ જોવા મળ્યું હતું. ક્રૂડના ભાવ તેમજ ડોલર સામે રૂપિયાની ચાલ પણ રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર કરી રહી છે.

એશિયાના અન્ય બજારો પણ વૈશ્વિક મંદીના ભણકારા અને અનિશ્ચિતાતાને કારણે ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. ઈલારા સિક્યુરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર હરેન્દ્ર કુમારે કહ્યું હતું કે, ભારતમાં કંપનીઓનો અર્નિંગ ગ્રોથ બરાબર છે પણ બજાર હજી NBFCની સમસ્યાઓને ઊંડાણપૂર્વક સમજી શક્યું નથી.

તેમણે ઉમેર્યું હતું કે છેલ્લા કલાકમાં અચાનક જોવા મળેલું વેચવાલીનું દબાણ ઓક્ટોબર સિરીઝની એક્સપાયરીના કારણે છે.

આજે બપોરે ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પ, ઈન્ડિયન ઓઈલ કોર્પ સહિતની ઓઈલ માર્કેટિંગ કંપનીના શેર્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે એશિયન પેઈન્ટ્સના શેર્સ 5.8 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત IT શેર્સમાં પણ આજે ભારે વેચવાલી જોવા મળી હતી.

આ પણ વાંચો : શું તમે પેટ્રોલ ના વધતાં ભાવ થી ચિંતિત છો? થોડા રૂપિયામાં તમારી પેટ્રોલ કે ડીઝલ કારને બનાવો ઇલેક્ટ્રિક કાર

તમને કદાચ ગમશે

Loading...