ઈન્ડોનેશિયાના સુનામીનો મૃત્યુઆંક વધીને ૮૩૪ : જુવો વિડિઓ

indonesia ના ૧.૮૦ કરોડની વસતી ધરાવતા સુલાવેસી પ્રાંતના પાલુ શહેર પર ત્રાટકેલા સુનામીનો મૃત્યુઆંક રવિવારે મોડી રાત્રિ સુધી ૮૩૪ને પાર થઇ ગયો હતો. આ ભયાવહ્ સુનામીમાં અનેક લોકો લાપતા અને હજારો લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. ભૂકંપ પછી રહેણાક વિસ્તારોમાં દસ કિલોમીટર અંદર સુધી ઘૂસી ગયેલા પાણીના પ્રચંડ પ્રવાહના કારણે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા હતાજેના કારણે અનેક લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા હોઈ શકે છે. હજારો લોકો ઘરવિહોણા થઈ ગયા છે.

સુનામીની સૌથી વધુ અસર સાડા ત્રણ લાખની વસતી ધરાવતા દરિયા કિનારાના પાલુમાં નોંધાઈ હતી. નેશનલ ડિઝાસ્ટર એજન્સીના પ્રવક્તા સુતુપો પુર્વો નુગ્રોહોએ કહ્યું હતું કે, સુનામીનો મૃત્યુઆંક હજુ પણ ઊંચે જઈ શકે છે. ઈન્ડોનેશિયાના ઉપ પ્રમુખ જુસુફ કાલ્લાએ કહ્યું હતું કે, અમે રોગચાળો ના ફેલાય એ માટે સામૂહિક દફનવિધિ શરૂ કરી છે. અમે અનેક વિસ્તારોમાં હજુ સુધી પહોંચી શક્યા નથી, પરંતુ અમે ખૂબ ઝડપથી બચાવકાર્ય પૂરું કરીશું.

આ દરમિયાન indonesia ના પ્રમુખ જોકો વિડોડોએ પણ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. વિડોડો પોતે જ બચાવકાર્યનું નિરીક્ષણ કરી રહ્યા છે. ભૂકંપ અને સુનામી પછી પીવાના ચોખ્ખા પાણીની પણ અછત સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં મિની માર્કેટમાં લૂંટફાટની પણ ફરિયાદો નોંધાઈ છે. પોલીસ અને સેનાના જવાનો લોકોની સુરક્ષા અને બચાવકાર્યની બેવડી જવાબદારી સંભાળી રહ્યા છે.

ભૂકંપ અને સુનામીના કારણે લોકો હજુ પણ ગભરાયેલા છે. હજારો લોકોએ ખુલ્લા મેદાનોમાં અને પર્વતીય વિસ્તારોમાં આશરો લીધો છે. બચાવકાર્યમાં જોતરાયેલી ટીમો હજુ રાહત છાવણીઓ ઊભી કરી શકી નથી. સુલાવેસીના દોંગાલા નામના ચારેય તરફ દરિયાથી ઘેરાયેલા વિસ્તારમાં સુનામીએ ભારે ખાનાખરાબી સર્જી છે, જ્યાં મોટી જાનહાનિ થઈ હોવાની પણ શક્યતા છે. પાલુની કેટલીક હોટેલમાં રોકાયેલા વિદેશીઓની હજુ ભાળ મળી નથી. પાલુ સહિતના શહેરોમાં ઠેર ઠેર લોકો હોસ્પિટલોમાં પોતાના સ્વજનોને શોધી રહ્યા હોય એવા પણ દર્દનાક દૃશ્યો જોવા મળી રહ્યા છે.

સુલાવેસીની આસપાસના અનેક વિસ્તારોમાં ભૂકંપ અને સુનામીના કારણે ભારે ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનના કારણે રસ્તો તૂટી ગયા હતા અને કાદવ-કીચડ સાથેનો પ્રવાહ રહેણાક વિસ્તારોમાં ફરી વળ્યો હતો. આવા અનેક વિસ્તારોમાં બચાવ ટીમો હજુ પહોંચી શકી નથી. ટેલિફોન કોમ્યુનિકેશન કપાઈ ગયું હોવાથી પણ અંતરિયાળ વિસ્તારોમાં પહોંચવામાં બચાવ ટીમોને મુશ્કેલી પડી રહી છે. હાલ પાલુની આસપાસના અનેક વિસ્તારોમાં લોકોને ખુલ્લામાં સારવાર અપાઈ રહી છે.

એશિયાની બૉલ્ડ સુપરસ્ટાર NIA SHARMA નવા હોટ ફોટોસ સોશ્યિલ મીડિયા પર શેર કર્યા : જુઓ ફોટોસ

તમને કદાચ ગમશે