ભૂકંપ અને સુનામી બાદ હવે ઈન્ડોનેશિયા પર બીજી આફત : જાણો વધુ

ભૂકંપ અને એ પછી સુનામીના કારણે બેહાલ થયેલા Indonesia પર હવે જ્વાળામુખીની આફત ત્રાટકી છે.

ગયા અઠવાડિયે Indonesia ના સુલાવેસી પ્રાંતમાં ભયાનક ભૂંકપ આવ્યો હતો અને એ બાદ સુનામીએ તારાજી સર્જી હતી. જેના પગલે 1000 કરતા વધારે લોકોના મોત થયા છે. હાલમાં બચાવ કામગીરી ચાલી રહી છે.

તેની વચ્ચે હવે આ જ પ્રાંતના ઉત્તર પશ્ચિમ હિસ્સામાં જ્વાળામુખીના વિસ્ફોટના કારણે બચાવ કામગીરી કરનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

માઉન્ટ સોપુતન નામનો આ જ્વાળામુખી સક્રિય થયા બાદ તેમાંથી નીકળી રહેલો ધુમાડો 4000 મીટરની ઉંચાઈ સુધી જાય તેવી આશંકા છે. તેમાંથી નીકળી રહેલી રાખ દુરના વિસ્તારો સુધી ફેલાશે. જોકે હજી સુધી ધુમાડાના કારણે હવાઈ સેવા પર અસર પડે તેવી સંભાવના લાગતી નથી.

 આ પણ વાંચો : ગુજરાત પર ત્રાટકશે વાવાઝોડુ? : જાણો કયારે

તમને કદાચ ગમશે