15 વર્ષના બે છોકરાઓએ ચોર્યું એરપ્લેન અને ઉડાવીને લઈ ગયા જુવો પછી શુ થયું?

68
Loading...

બે છોકરાઓએ ચોર્યું Airplane

બે છોકરાઓએ એરપ્લેન ચોર્યું અને ઉડાવીને લઈ ગયા. આ કોઈ હોલિવુડ ફિલ્મનો સીન કે વાર્તા નથી પણ સાચી ઘટના છે.

અમેરિકામા ઉટાહ શહેરમાં બે છોકરાઓની એરપ્લેન ચોરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે

છોકરાઓએ ચોરેલું વિમાન પેસેન્જર એરપ્લેન નહીં પરંતુ નાની સાઈઝનું પ્લેન હતું.

સિંગલ એન્જિનવાળું એરક્રાફ્ટ ચોર્યું

ઘટનાના આઠ કલાક બાદ અધિકારીઓએ જાહેર કર્યું કે, એરપ્લેન ચોરી થયું છે. CCTV ફૂટેજ તપાસતાં જાણ થઈ કે 14 અને 15 વર્ષના બે બાળકો પ્લેન ચોરીને લઈ ગયા.

પોલીસ અને તપાસ કરી રહેલા અધિકારીઓના મતે, આ બંને છોકરાઓ પહેલા ટ્રેક્ટરથી Airplane  સુધી પહોંચ્યા.

અહીં તેમણે સિંગલ એન્જિનવાળું એરક્રાફ્ટ ચોર્યું અને ઉડાવીને લઈ ગયા.

પ્રત્યદર્શીઓએ કહ્યું કે, બંને છોકરાઓએ પ્લેન ચોર્યું અને એક મોટા પેસેન્જર એરપ્લેન US-40ના નીચેથી ઉડાવીને છૂ થઈ ગયા. (તસવીરો- સાભાર ફેસબુક)

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

તપાસકર્તાઓએ કહ્યું કે, છોકરાઓએ પ્લેન ચોર્યા બાદ વર્નલ એરપોર્ટ પર પ્લેન લેન્ડ કર્યું.

આ ઘટનાની માહિતી સોશિયલ મીડિયા સાઈટ ફેસબુક પર શેક કરવામાં આવી છે.

આ પોસ્ટને 400થી વઘુ વખતે શેર કરાઈ છે. મોટી સંખ્યામાં લોકો કમેન્ટ પણ કરી રહ્યા છે.

કેટલાકે ત્યાંની સિક્યોરિટી પર સવાલ ઉઠાવ્યા તો કેટલાકે બાળકોની બહાદુરી વખાણી.

હાલ તો બંને બાળકોને પકડીને સ્પ્લિટ માઉન્ટેન ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. મામલાની તપાસ ચાલુ છે.

World boxing Championship Final: મેરી કોમે રચ્યો ઇતિહાસ, છઠ્ઠી વખત બની વર્લ્ડ ચેમ્પિયન

તમને કદાચ ગમશે

Loading...