જુવો એક એવું ગામડું જ્યાં દરેક વ્યકિતના ખાતામાં છે કરોડો રૂપિયા : જાણો ક્યાં આવેલું છે આ ગામ

તમે ધનિકોની રહેણીકરણી અને ઘર વિશે જાણતા હશો પરંતુ શું તમને ખબર છે વિશ્વમાં એક એવું ગામ છે જ્યાં દરેક વ્યકિતની પાસે કરોડો રૂપિયા છે સાથે જ ગામડામાં શહેર જેવી જ તમામ સુવિધાઓ હાજર હોય છે. આ ગામ આપણા પડોશી દેશ ચીનના જીયાંગૂસ પ્રાંતમાં છે. આ ગામને સુપર વિલેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગામડામાં રહેતા લોકો વૈભવી જીવન જીવે છે અને એક જાણકારી અનુસાર, આ ગામમાં દરેક વ્યકિતના ખાતામાં લગભગ 1.5 કરોડ કરવા વધારે રૂપિયા જમા છે.

આ ગામડામાં 72 માળના સ્કાઇસ્કેપર, હેલિકોપ્ટર, થીમ વર્ક અને લક્ઝરી વીલા છે. ગામડામાં મળવાપાત્ર આ સુવિધા તેને શહેરથી અલગ અને કંઇક ખાસ બનાવે છે. આ ગામમાં લગભગ 2000ની વસ્તી છે અને તે દરેક લોકોના ખાતામાં 1 મુલિયન યુઆન એટલે કે લગભગ 1 કરોડ કરતા વધારે રૂપિયા જમા છે.

આ સિવાય ગામમાં વસતા તમામ પરિવારને ઓથોરિટી તરફથી કાર અને વીલા આપવામાં આવી રહ્યા છે. જે વ્યકિત ગામ છોડે ત્યારે તેને આ તમામ ચીજવસ્તુઓ પરત કરવી પડે છે. આ ગામને કરોડો ડોલરની કંપનીઓને ગઢ માનવામાં આવે છે અને જેમાં સ્ટીલ અને શિપિંગ જેવી કેટલીક મુખ્ય કંપનીઓ શામેલ છે.

આ પણ વાંચો

દરેક સપનાનો હોય છે અર્થ, શું તમને પણ દેખાય છે આવા સપના?

આ ગામડાના તમામ ઘરો લગભગ એક જેવા છે. બહારથી જોતા આ ઘરો હોટલો જેવા લાગે છે. સાથે જ અહીંયા હેલિકોપ્ટર ઉડતા જોવા મળે છે. એવું કહેવાય છે કે આ ગામડાના પૂર્વજો ગરીબ હતા અને આજે આ ગામ સફળતાના શિખરે પહોંચ્યુ તેનો શ્રેય કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાનીય સચિવ વૂ રેનાબોને જાય છે. રેનાબોએ કંપનીનું ગઠન કરીને સામૂહિક ખેતીને પ્રોત્સાહન આપ્યું હતુ.

તમને કદાચ ગમશે