૧૯૮૦ માં ખાલી ૧૦૦૦૦ નું રોકાણ અને આજે છે ૬૯૩ કરોડ નો માલિક,જાણો કોણ છે તે વ્યક્તિ,

67
Loading...

આ કંપનીમાં કર્યું હતું 10 હજારનું રોકાણ

1980માં અઝીમ પ્રેમજીની આઈટી કંપની વિપ્રોમાં 10 હજાર રૂપિયાનું નાનકડું રોકાણ કરનારા એક ખેડૂતને કલ્પના પણ નહીં હોય કે, આને કારણે તે એક દિવસ અબજોપતિ બની જશે.

તમને આ વાત જાણીને કદાચ વિશ્વાસ ન થાય પણ 1980માં વિપ્રોના 10 હજાર રૂપિયાના શેર્સ ખરીદનારા એક ખેડૂતને આજે તે જ શેર્સના આશરે 700 કરોડ રૂપિયા મળી રહ્યાં છે!! કેવી રીતે? ચાલો તમને જણાવીએ…

મુંબઈના બ્રોકરે આપી વિપ્રોમાં રોકાણની સલાહ

મહારાષ્ટ્રના અમાલનર ગામના મોહમ્મદ અન્વર અહેમદ પાસે પોતાના પિતાના મૃત્યુ બાદ 20 હજાર રૂપિયા હતા.

એક વખત અહેમદ મુંબઈ આવ્યા જ્યાં તેમની મુલાકાત બ્રોકર સતિષ શાહ સાથે થઈ, સતીષે તેમને વિપ્રો શેર્સ લેવાનું સૂચન કર્યું.

આ રીતે મેળવ્યા વિપ્રોના 100 શેર્સ

શાહે અહેમદને ડોર-ડૂ-ડોર જઈને લોકો પાસેથી શક્ય તેટલા શેર્સ ખરીદવા માટે કહ્યું. આના બદલામાં શાહે અહેમદને 100 રૂપિયાની ફેઝ વેલ્યૂ સાથે વિપ્રોના 100 આપવાનું કહ્યું.

અહેમદે આ ઑફર સ્વીકારી અને પોતાની પાસે પડેલા પૈસામાંથી 10 હજાર રૂપિયા તેમાં રોકી દીધા અને બાકીના 10 હજારથી નાનકડું ટ્રેડિંગ આઉટફીટ શરૂ કરી દીધું.

કેવી રીતે 10 હજાર 500 કરોડ બની ગયા?

Azim Premji, chairman of Wipro Ltd, speaks as he presents the quarterly results at the Wipro campus in Bangalore April 27, 2011. Wipro Ltd forecast tepid growth for its mainstay information technology services business and warned wage increases would hit operating margins this year, sending its shares down four percent. REUTERS/Stringer (INDIA – Tags: BUSINESS SCI TECH)

1981માં વિપ્રો દ્વારા 1:1 બોનસ જાહેર કરવામાં આવ્યું. આ રીતે અહેમદના શેર્સ 100માંથી 200 થઈ ગયા.

બોનસ પર બોનસ મળતા ગયા

1985માં વિપ્રો દ્વારા ફરી એકવાર 1:1 બોનસ જાહેર કરાયું અને અહેમદના ખાતામાં પડેલા 200 શેર્સ 400 થઈ ગયા. બાદમાં 1986માં કંપનીએ કંપનીએ શેર્સ સ્પ્લિટ કર્યા.

100 રૂપિયાની ફેઝ વેલ્યૂ ઘટાડી 10 રૂપિયા કરી દીધી. એટલે કે, એક શેરને 10 શેરમાં ભાગી દીધા.

આ રીતે અહેમદના શેર્સ 4000 થઈ ગયા અને બીજા જ વર્ષે એટલે કે, 1987માં કંપનીએ ફરી એકવાર 1:1 બોનસ જાહેર કર્યું.

આ રીતે અહેમદ પાસે હવે કુલ 8 હજાર શેર્સ થઈ ચૂક્યા હતા.

15 વર્ષની અંદર જ થઈ ગયા માલામાલ

વિપ્રો જોરદાર પ્રગતિ કરી રહી હતી અને ઈન્વેસ્ટર્સને તેનો ભરપૂર લાભ મળી રહ્યો હતો. બે વર્ષ પછી 1989માં વિપ્રોએ ફરી એકવાર 1:1 બોનર ડિકલેર કર્યું,

હવે અહેમદ પાસે 16 હજાર શેર્સ થઈ ગયા. ’89માં ફરી એકવાર આવું બન્યું, શેર્સ વધીને 32 હજાર થઈ ગયા. 1995માં પણ કંપનીએ 1:1 બોનસ જાહેર કર્યું.

શેર્સ વધીને 64 હજાર થઈ ગયા. બે વર્ષ ફરી એકવાર કંપનીએ બોનર જાહેર કર્યું. આ વખતે 1 શેરની સામે 2 શેર્સ બોનસમાં અપાયા.

અહેમદની કિસ્મત ચમકી ચૂકી હતી. શેર્સનો આંકડા વધીને 1 લાખ 92 હજાર થઈ ગયો હતો.

2010માં હતા 96 લાખ શેર્સ

હવે અહેમદ પાસે વિપ્રોના શેર્સનો એક મોટો હિસ્સો હતો અને લોકો તેમને ઓળખવા લાગ્યા હતા. જોકે, તેમની સફળ આટલે જ ન અટકી.

1999માં કંપનીએ શેરની ફેઝ વેલ્યૂ ઘટાડી 2 રૂપિયા કરી દીધી અને શેર સ્પ્લિટ કર્યા. આના પરિણામે અહેમદના ખાતામાં પડેલા શેર્સ પાંચ ગણા એટલે 9 લાખ 60 હજાર થઈ ગયા.

2004માં 2:1 બોનસ અને 2005માં 1:1 બોનસથી તેમના કુલ શેરનો આંકડો 57,60,000 થઈ ગયો. છેલ્લે 2010માં તેમને 3 શેરની સામે 2 શેરનું બોનસ મળ્યું.

આ રીતે તેમની પાસે 96 લાખ શેર્સ થઈ ગયા.

માત્ર ડિવિડન્ડમાં જ મળ્યા 118 કરોડ

છેલ્લે 2015માં જ્યારે ગણતરી કરવામાં આવી ત્યારે તેમના 96 લાખ શેર 599 પ્રતિ શેરની કિંમતે 575 કરોડ રૂપિયાના થતા હતા.

આ ઉપરાંત 33 વર્ષના સમયગાળામાં તેમને કંપની દ્વારા ડિવિડન્ડ રૂપે 118 કરોડ રૂપિયા મળ્યા.

આ રીતે અહેમદે 1980માં 10 હજાર રૂપિયાનું રોકાણ કરી આજે અબજો રૂપિયા બનાવી લીધા છે.

હજુ પણ નથી વેચ્યો એકપણ શેર

મોહમ્મદ અન્વર અહેમદ હવે રિટાયર થઈ ચૂક્યા છે અને ડિવિડન્ડમાં મળતી રકમને છૂટથી દાન પુણ્યના કામમાં વાપરે છે.

આ ઉપરાંત તેમણે આજ સુધી વિપ્રોનો એકપણ શેર વેચ્યો નથી અને તેમનું કહેવું છે કે, જ્યાં સુધી અઝીમ પ્રેમજી વિપ્રોના માલિક છે તે એક શેર પણ વેચશે નહીં.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...