જાણો બાબા રામદેવ નો પ્લાન પતંજલિ બ્રાન્ડ નો IPO લાવશે

50
Loading...

પતંજલિનો IPO?

બાબા રામદેવે બુધવારે ઈશારો કર્યો હતો કે પતંજલિ આયુર્વેદ ટૂંક સમયમાં હવે પોતાનો IPO લઈને આવી શકે છે.

જ્યારે બાબા રામદેવને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે કંપની લિસ્ટેડ બનવાનું આયોજન કરી રહી છે કે કેમ ત્યારે બાબાએ જવાબ આપ્યો કે તે એક મહિનાની અંદર અંદર ગુડ ન્યુઝ બધા સાથે શેર કરશે.

નાની કંપનીએ મેળવી ઝડપી સફળતાઃ

નાનકડી ફાર્મસીના રૂપમાં શરૂ થયેલી પતંજલિ આયુર્વેદ હવે ટૂંક જ સમયમાં મોટી મલ્ટી નેશનલ FMCG કંપનીઓને હંફાવવા માંડી છે.

વિવિધ સેગમેન્ટમાં તે પગપેસારો કરી રહી છે. કંપનીનો ટાર્ગેટ ત્રણથી પાંચ વર્ષમાં 20,000 કરોડની વાર્ષિક રેવન્યુ મેળવવાનો છે.

ઉલ્લેખનીય છે કે નાણાંકીય વર્ષ 2012માં પતંજલિની રેવન્યુ માત્ર 500 કરોડ હતી જે ચાર જ વર્ષમાં વધીને 10,000 કરોડે પહોંચી છે.

પહેલીવાર રેવન્યુ ઘટીઃ

પતંજલિના સડસડાટ વિકાસમાં છેલ્લા થોડા સમયમાં કેટલીક અડચણો આવ્યો છે. પાંચ વર્ષમાં પહેલી વાર પતંજલિના વેચાણમાં ઘટાડો થયો છે.

GST અને નબળી ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમની પતંજલિના વેચાણ પર અવળી અસર પડી છે.

માર્ચ 2018માં સમાપ્ત થતા નાણાંકીય વર્ષમાં કંપનીના માલનું વેચાણ 10 ટટકા ઘટી ગયુ હતુ અને રેવન્યુ 8148 કરોડ જેટલી થઈ ગઈ હતી.

આ છે કારણઃ

CARE રેટિંગ્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે કંપની GST સાથે તાલમેલ સાધવામાં અને જરૂર મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેઈન ઊભી કરવામાં નિષ્ફળ જતા કંપનીને આ ફટકો પડ્યો હતો.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...