પાકિસ્તાને કર્યું સીઝફાયર આંતરરાષ્ટ્રીય : સરહદ પરથી ગુમ થયો BSF જવાન

81
Loading...

જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર ગુમ થયેલ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) ના જવાન અંગે એક સમાચાર સામે આવ્યા છે. આ મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે, પાકિસ્તાની સૈન્યએ આર.એસ. પુરા સેક્ટરમાં ઘેરાબંધીનો ભંગ કર્યો હતો.

જે સીઝફાયરનો ભંગ કર્યા બાદ જવાન સીમા પારથી કરવામાં આવેલ ગોળીબારનો શિકાર થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે, પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ ફાયરિંગ બાદ આ જવાન ગાયબ થયો છે.

અધિકારીઓએ કહ્યું કે, આ ઘટના આંતરરાષ્ટ્રીય સીમાના આર.એસ પુરા સેક્ટરમાં બની હતી,જ્યારે પાકિસ્તાને BSFની કેટલીક ચોકીઓ પર ફાયરિંગ કર્યું હતું.

તેમણે કહ્યું કે, ભારતીય સેના નાના હથિયારો દ્વારા કરવામાં આવી રહેલ ગોળીબારનો જવાબ આપી રહી હતી. તો બીજી તરફ, ગુમ થયેલ જવાનની તપાસ માટે અભિયાન પણ ચલાવવામાં આવેલ જે કદાચ બાડના આસપાસના વિસ્તારમાં હતો.

આ મામલે એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, આ જવાનને કદાચ ગોળી વાગી હોય,આ જવાનની શોધવા અને સુરક્ષિત લાવવા માટેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અમારી સૌ પ્રથમ પ્રાથમિકતા જવાનને સુરક્ષિત રીતે પરત લાવવામાં આવે.

તમને કદાચ ગમશે

Loading...