jwaladevi મંદિર અને તેની અખંડ જ્યોત વિષે જાણો : અકબર અને અંગ્રેજો પણ નિષ્ફળ ગયા હતા તેને બુજાવવા માટે

64
jwaladevi
Loading...

1.jwaladevi ના મંદિરને જોતાવાળી મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં 9 વિવિધ સ્થળોએ જવાળા નીકળે છે.

jwaladevi ને શોધવાનો શ્રેય પાંડવોને આપવામાં આવે છે. એની ગણતરી માતાની પ્રમુખ શક્તિ પીઠમાં થાય છે. એવું માનવામાં આવે છે કે અહીંયા દેવી સતીની જીભ નીચે પડી હતી.

બ્રિટીશ કાળમાં અંગ્રેજોએ પોતાની તરફ થી જોર લગાવ્યું હતું કે જમીનની અંદરથી નીકળતી આ ઉર્જાનો ઉપયોગ કરી શકાય.

પરંતુ તે આ ભૂગર્ભમાંથી નીકળતી આ જ્વાળા વિષે કોઈ જાણી શક્યું નથી કે આખરે નીકળવાનું કારણ શું છે

અકબર દ ગ્રેટ પણ આ જ્યોતને ઠારવાની કોશિશ કરી હતી પરંતુ નિષ્ફળ રહ્યાં હતા.

2. ભૂગર્ભ વિજ્ઞાની સાત દશકાથી તંબુ લગાવીને બેઠા છે 

આ જ નહિ પાછલા 7 દશકાથી ભૂગર્ભ વિજ્ઞાની આ ક્ષેત્રમાં તંબુ લગાવીને બેઠા છે , પરંતુ આ જ્વાળાની જડ સુધી પહોંચી શક્યા નથી.


આ બધી વાતો સિદ્ધ કરે છે કે અહીંયા જ્વાળા પ્રાકૃતિક રૂપથી નહિ ચમત્કારી રૂપે નીકળે છે, નહીતો આજે અહીંયા મંદિરોની જગ્યાએ મશીનો લગાવેલા હોત અને વીજળીનું ઉત્પાદન થતું હોત.

3. jwaladevi ના મંદિર પૃથ્વીના ગર્ભમાંથી નીકળી રહી છે 9  જ્વાળાઓ

jwaladevi

jwaladevi મંદિર માતાના બીજા મંદિરોની તુલનામાં અલગ છે કારણકે અહીંયા કોઈ મૂર્તિની પૂજા કરવામાં આવતી નથી , પરંતુ પૃથ્વીના ગર્ભમાંથી નીકળી રહી છે 9 જ્વાળાઓની પૂજા થાય છે.

અહીંયા પૃથ્વીના ગર્ભમાંથી 9 અલગ અલગ જગ્યાએથી જ્વાળાઓ નીકળી રહી છે , જેના ઉપર મંદિર બનાવી દેવામાં  આવ્યું છે.
આ 9 જ્યોતિઓને મહાકાળી , અન્નપૂર્ણા, ચંડી , હિંગળાજ, વિન્ધ્યવાસિની , મહાલક્ષ્મી, સરસ્વતી, અંબિકા , અંજીદેવીના નામથી જાણીતું છે.

આ મંદિરનું પ્રાથમિક નિર્માણ રાજા ભૂમિ ચંદે કરાવ્યું હતું, પછી પંજાબના મહારાજા રણજિત સિંહ અને હિમાચલના રાજા સંસારચંદે 1835માં  મંદિરનું નિર્માણ પૂરું કરાવ્યું.

આ જ કારણ  છે કે આ મંદિરમાં હિંદુઓ અને શીખોની સાચી આસ્થા છે.

4. બાદશાહ અકબરે જ્વાળા બુજાવા માટે નહેર ખોદાવી હતી.

jwaladevi

બાદશાહ અકબરે આ મંદિર વિષે સાંભળ્યું તો હેરાન થઇ ગયું, એણે પોતાની સેના બોલાવી અને પોતે jwaladevi મંદિર તરફ જતો રહ્યો. મંદિરમાં સળગતી જ્વાળાઓ જોઈને તેના મનમાં શંકા થઇ. જ્વાળા બુજાવા માટે નહેરનું નિર્માણ કરાવ્યું.

એણે પોતાની સેનાને  મંદિરમાં પ્રગટી રહી જ્વાળાઓ પર પાણી નાખીને ઠારવાના આદેશ આપ્યા.

પરંતુ ઘણા પ્રયત્નો પછી પણ અકબરની સેના જ્વાળા બુજાવી ના શકી.

દેવીમાની અપાર મહિમાને જોતા એણે પચાસ કિલો સોનાનું છત્તર દેવોમાંના દરબારમાં ચડાવ્યું, પરંતુ માતાએ તે છત્તર સ્વીકાર્યું નહિ, અને એ છત્તર પડીને બીજા પદાર્થમાં પરિવર્તન થઇ ગયું.

આજે પણ બાદશાહ અકબરનું આ છત્તર જ્વાળા દેવીના મંદિરમાં રાખેલું છે.

આ પણ વાંચો : SONAKSHI SINHA સાથે ઓનલાઈન શોપિંગ કંપની એ કરી છેતરપિંડી, 18000 ના હેડફોન્સ ના બદલે મળ્યું આ : જાણો વધુ

5.  કેવી રીતે જવું ?

jwaladevi

વાયુ માર્ગ 

jwaladevi ના મંદિર જવા માટેનું નજીક હવાઈ મથક ગગલમાં છે , જે જ્વાળાજીથી 46 કિમી દૂર છે, અહિયાંથી મંદિર સુધી જવા માટે કાર અને બસની સુવિધા રહેલી છે.

રેલ માર્ગ 

રેલ માર્ગથી જવા વાળા યાત્રીઓ પઠાનકોટથી જતી સ્પેશ્યલ ટ્રેનની મદદથી મારંડા થઈને પાલમપુર આવી શકે છે, પાલમપુરથી મંદિર સુધી જવા માટે કર અને બસની સુવિધા ઉપલબ્ધ છે.

સડક માર્ગ 

પઠાનકોટ , દિલ્લી, સિમલા , વગેરે પ્રમુખ શહેરોથી જ્વાળામુખી મંદિર સુધી જવા માટે બસ અને કારની સુવિધા રહેલી છે, એના સિવાય યાત્રી પોતાના પર્સનલ વાહનથી અથવા હિમાચલ પ્રદેશ ટુરિઝમ વિભાગની બસ દ્વારા પણ ત્યાં સુધી જઈ શકે છે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

તમને કદાચ ગમશે

Loading...