આજે કરવા ચોથ અને સંકષ્ટ ચતુર્થી : જાણો ચંદ્રોદય કેટલા વાગે થશે ?

63
Loading...

સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિનાં દીર્ઘાયુ માટે અને કુમારિકાઓ લગ્ન માટે થતાં વિલંબને દૂર કરવા માટે કરવા ચોથના રોજ તા.૨૭મી ઓક્ટોબરના રોજ ભક્તિપૂર્વક મા ગૌરી અને ગણેશજીની ઉપાસના કરશે. જ્યારે સંકષ્ટ ચતુર્થીના દિવસે વિદ્યાર્થીઓ પણ વિદ્યાકીય પ્રગતિ માટે ગણેશજીની આરાધના કરી શકે છે. ખાસ કરીને ઉત્તર ભારતમાં આ વ્રતનું સવિશેષ મહત્ત્વ છે.

ગૌરી અને ગણેશજીની કૃપા રહેતા સૌભાગ્યવતી સ્ત્રીઓ અખંડ સૌભાગ્યવતી બની રહે તે માટે સવિશેષ ભક્તિપૂર્વક આ દિવસે પૂજન કરવામાં આવે છે. સાથોસાથ વિશેષ અર્ઘ્ય પ્રદાન પણ આ દિવસે કરવામાં આવે છે. અર્ઘ્ય સમયે પ્રાર્થના પણ કરવામાં આવે છે.

વિદ્યામાં પ્રગતિ માટે પણ ગણેશજીની ઉપાસના કરી શકાય છે. આ દિવસે સંકષ્ટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરી શકાય છે. સાથોસાથ આ દિવસે ગણપતિ અથર્વશીર્ષનું પઠન પણ કરવું જોઈએ. ઓછામાં ઓછી ‘ઓમ્ ગં ગણપતયે નમ:’ મંત્રનું ૧૦૮ વખત જાપ કરવો જોઈએ. સાથે જ ૧૧ માળા પણ કરી શકાય છે.

કરવા ચોથનું વ્રત રાખવાનો ક્રેઝ શહેરમાં ઝડપથી વધી રહ્યો છે. ઉત્તર ભારતની આ પ્રથા બોલિવૂડમાં લોકપ્રિય થયા બાદ ગુજરાતમાં પણ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે.

કરવા ચોથ-સંકષ્ટ ચતુર્થીએ વિવિધ શહેરોનો ચંદ્રોદયનો સમય
શહેરનાં પ્રાચીન ગણેશ મંદિર, ભદ્ર ખાતે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે, એમ કહી આ મંદિરના રવીન્દ્રભાઈ સપ્તર્ષિએ જણાવ્યું કે ખાસ કરીને યુવાવર્ગ પણ મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારતા હોય છે. સંકષ્ટ ચતુર્થીએ કરવા ચોથની પણ ઉજવણી થતી હોય છે. ઉત્તર ભારત અને રાજસ્થાની સમાજનાં બહેનો પણ દર્શનાર્થે સવિશેષ આવતા હોય છે. આ દિવસે વિવિધ શહેરોનો ચંદ્રોદયનો સમય આ મુજબ છે :

આ પણ વાંચો

ઉનાળો નહીં, શિયાળા પહેલા જ દુષ્કાળના ડાકલાંઃ ખેતીની સિંચાઈ માટે 12000 ક્યુસેક નર્મદાનું પાણી છોડાશે

અમદાવાદમાં રાત્રે ૮.૨૧ મિનિટે
વડોદરા રાત્રે ૮.૨૧ મિનિટે
સુરત રાત્રે ૮.૨૩ મિનિટે
રાજકોટ રાત્રે ૮.૨૯ મિનિટે
મહેસાણા રાત્રે ૮.૨૧ મિનિટે

તમને કદાચ ગમશે

Loading...