આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2019નો પ્રારંભ, રાજ્યમાં 10 સ્થળો પર કરાશે ઉજવણી

56
Loading...

આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2019

અમદાવાદમાં આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2019નો પ્રારંભ થઈ ગયો છે.

શહેરના NID મેદાનમાં સાબરમતી રિવરફ્રન્ટ પર રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી અને રાજ્યપાલ ઓપી કોહલીની ઉપસ્થિતિમાં પતંગ મહોત્સવની શરુઆત કરવામાં આવી છે.

આ કાર્યક્રમની શરુઆતમાં યોગના કેટલાક પ્રયોગો અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી કરવામાં આવી હતી.

અહીં ભારત સહિત અમેરિકા, જાપાન, ચીન વગેરે દેશોના પતંગબાજો પોતાના વિવિધ પ્રકારના પતંગો ઉડાવશે.

વિદેશી પતંગબાજોની કળા

ભારતમાં 40થી વધુ દેશોના પતંગબાજો આવ્યા છે જેમાં અમેરિકા, જાપાન, ચીન, રશિયા, કેનેડા વગેરે દેશોનો સમાવેશ થાય છે.

અહીં પતંગ મહોત્સવ નિહાળવાનો સમય સવાના 10-30થી સાંજના 4 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યા છે. અમદાવાદમાં આજથી શરુ થયેલો પતંગ મહોત્સવ 13 જાન્યુઆરી સુધી ચાલશે.

આ 10 જગ્યાઓ કરાયું છે આયોજન

અમદાવાદ સહિત રાજ્ય 10 જગ્યા પર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનો કાર્યક્રમ આ પ્રમાણે રહેવાનો છે.

અમદાવાદઃ 6-13 જાન્યુઆરી, વડોદરાઃ 7 જાન્યુઆરી, કેવડિયાઃ 8 જાન્યુઆરી, દ્વારકાઃ 8 જાન્યુઆરી, સુરતઃ 9 જાન્યુઆરી, રાજકોટઃ 9 જાન્યુઆરી, સોનગઢઃ 10 જાન્યુઆરી, જેતપુરઃ 10 જાન્યુઆરી, સાપુતારાઃ 11 જાન્યુઆરી, ધોરડો (સફેદ રણ): 11-12 જાન્યુઆરી.

આકાશમાં ઉડ્યા વિવિધ પતંગો

આ વિવિધ સ્થળો પર પતંગ રસિકોને અલગ-અલગ દેશોના પતંગબાજોના પતંગ જોવાનો લાહવો મળશે.

આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2019

રોજ રાશિફળ વાંચવા માટે અમારું Whatsapp ગ્રુપ જોઈન કરો : Gujjutech

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...