ત્રણ દિવસ થી ચાલતા ડ્રામા નો આવ્યો અંત , જાણો શુ કહ્યું મમતાએ પીએમ મોદી વિશે.

80
Loading...

ધરણાનો આવ્યો અંત

ચિટફંડ ગોટાળાને લઈને સીબીઆઈ અને કોલકાતા પોલીસ વચ્ચે થયેલી ધમાલના ત્રીજા દિવસે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પોતાના ધરણા આટોપી લીધાં છે. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતાં. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી દિલ્હીથી રાજીનામું આપીને ગુજરાત પરત ફરી જાય. દિલ્હીમાં એક જ વ્યક્તિની સરકાર છે. એક જ પાર્ટીની સરકાર ચાલી રહી છે.

સાથે જોવા મળ્યા ચંદ્રબાબુ નાયડુ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે,’આ ધરણા ભારતના લોકતંત્ર અને બંધારણની જીત છે. આ કારણે જ અમે આજે ધરણા સમાપ્ત કરી રહ્યાં છીએ.’ નોંધનીય છે કે ધરણા સમાપ્તિની ઘોષણા સમયે મંચ પર એન્ટી બીજેપી મૂવમેન્ટમાં હાજર રહેલા વિપક્ષના નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ જોવા મળ્યા હતાં.

‘દરેક એજન્સીઓ પર નિયંત્રણ ઈચ્છે છે સરકાર’

મમતાએ કહ્યું કે,’કોર્ટે આજે એક સકારાત્મક નિર્ણય આપ્યો છે. આવતા અઠવાડિયે આ મુદ્દાને અમે દિલ્હીમાં ઉઠાવીશું. તે (કેન્દ્ર સરકાર) સ્ટેટની એજન્સીઓ સહિત દરેક પર નિયંત્રણ ઈચ્છે છે. પીએમ તમે દિલ્હીથી રાજીનામું આપીને ગુજરાત પરત ફરી જાઓ. દિલ્હીમાં એક વ્યક્તિ, એક જ પાર્ટીની સરકાર ચાલી રહી છે.’

જાણો કોણ છે પોલીસ કમિશનર રાજીવ કુમાર

નોંધનીય છે કે રાજીવ કુમાર બિધાનનગરના પોલીસ કમિશનર અને કોલકાતા પોલીસના સ્પેશ્યિલ ટાસ્ક ફોર્સના ચીફ રહી ચૂક્યા છે. આઈઆઈટી રુડકીથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરનાર આ આઈપીએસને ઈલેક્ટ્રોનિક સર્વિલન્સમાં પણ એક્સપર્ટ માનવામાં આવે છે. તેમણે અનેક અપરાધીઓને ટેક્નોલોજીની મદદથી પકડ્યા અને ચર્ચામાં આવ્યાં હતાં. 90ના દશકમાં રાજીવ કુમારે પશ્ચિમ બંગાળના કોયલા માફિયાઓ વિરુદ્ધ જોરદાર અભિયાન ચલાવીને પોલીસની ધાક જમાવી હતી. કુખ્યાત નકસલી છત્રધર મહતોને પકડવાના અભિયાનમાં પણ તેઓ હતાં. જોકે, 2016 પછીના ચૂંટણી પરિણામોમાં બીજેપી અધ્યક્ષ અમિત શાહે આરોપ લગાવ્યો કે રાજીવ વિપક્ષી નેતાઓની ગેરકાનૂની રીતે જાસૂસી કરે છે. આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં. આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે, જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને.. ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...