દારૂડિયા ને જલસા,સરકારે ૪ હોટેલ ને આપી દારૂ વેચવાની છૂટ , જાણો તેના નામ

106
Loading...

ટૂરિઝમને ધ્યાને રાખી લિકર શોપની મંજૂરીમાં ઢીલાશ

રાજ્યમાં 19 જેટલી હોટેલ્સ દ્વારા લિકર શોપ પરમિટ માટે માગણી કરવામાં આવી હતી. તેમજ મંજૂરી માટે જરુરી માપદંડ ધરાવતા હોવાનું પોતાની અરજીમાં જણાવ્યું હતું.

જૈ પૈકી રાજ્ય સરકારે પ્રથમ રાઉન્ડમાં ચાર હોટેલ્સને લિકર શોપની પરમિટ આપી દીધી છે.

જુદી જુદી હોટેલ્સ દ્વારા આવેલી અરજીઓનો અભ્યાસ કરતા ઉચ્ચસ્તરીય સમિતિ હજુ આગામી રાઉન્ડમાં 1 ડઝન જેટલી હોટેલ્સને મંજૂરી આપે તેવી શક્યતા છે.

આ મામલે એક સરકારી અધિકારીએ જણાવ્યું કે બાકીની 15 જેટલી હોટેલ્સને મંજૂરી આપવાની પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. જે પૈકી 10 જેટલી હોટેલ્સ અમદાવાદમાં છે.

ચાર પૈકી અમદાવાદની બે હોટેલ્સ

હાલ, જે 4 હોટેલ્સને પોતાના ગ્રાહકોને દારુ વેચવાની છૂટ મળી છે તેમાં અમદાવાદમાં થલતેજ પાસે આવેલ હોટેલ એવલોન,

સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પાસે આવેલ કમ્ફર્ટ ઇન, ભાવનગરની ઇસ્કોન હોટેલ અને ગાંધીધામ કચ્છમાં આવેલ અખિલ પેલેસનો સમાવેશ થાય છે.

રાજ્યમાં લિકર શોપની સંખ્યા 62 પહોંચી

રાજ્યમાં ટુરિઝમને વધારો આપવા માટે ગુજરાત સરકરા હોટેલ્સને પરિમિટ લિકર શોપ શરુ કરવા માટે ખૂબ જ સરળતાથી મંજૂરી આપી રહી છે.

વર્ષ 2014-15થી રાજ્યમાં લિકર શોપની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જે 26થી વધીને 62 સુધી પહોંચી ગઈ છે.

એપ્રિલ 2014ની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ફક્ત 5 જ લિકર શોપ્સ હતી. જે મે 2014થી જાન્યુઆરી 2016 સુધીમાં વધીને 13 થઈ ગઈ હતી.

જેમાં સાબરમતિ આશ્રમથી માત્ર 500 મીટરના અંતરે જ બે લિકર શોપને મંજૂરી આપવામાં આવી છે.આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરોતમને કદાચ ગમશે

Loading...