વર્ષ માં માત્ર 12 કલાક માટે ખુલે છે આ મંદિર, જેમાં વિરાજમાન છે શિવ-શક્તિ નું લિંગેશ્વરી સ્વરૂપ

143
Loading...

ભારત માં ઢગલો પુરાતન મંદિર છે. ઘણા મંદિર પ્રસિદ્ધ છે, તો ઘણા મંદિર ની વિશેષતા થી લોકો આજે પણ અજાણ છે. છત્તીસગઢ માં પણ એક એવું જ મંદિર છે, જે વર્ષ માં માત્ર એકવાર અને એ પણ માત્ર 12 કલાક માટે દર્શન માટે ખુલે છે. આટલું જ નહી આ મંદિર ના દર્શન કરવા માટે લોકો અહીંયા સુધી ઘસડાઇ ને પહોંચે છે.

આ મંદિર છત્તીસગઢ ના નક્સલ પ્રભાવિત વિસ્તાર કોટડા ગામ જિલ્લા માં આવેલું છે. ગ્રામ આલોરના કિનારે એક પહાડી ઉપર પથ્થરો નું પ્રાકૃતિક નિર્માણ છે,જેના દ્વાર ઉપર એક નાનો પથ્થર રહે છે. એને ખસેડી ને પ્રવેશ કરવા માં આવે છે. બિરાજમાન  શિવ અને શક્તિ ના સમન્વિત સ્વરૂપ ને આખું રાજ્ય માં માતા લિંગેશ્વરીના નામ થી ઓળખવા મા આવે છે.

ગણેશ ચતુર્થી ના ઉત્સવ ની પુર્ણાહુતી પછી ખુલે છે

આ મંદિર માં એક શિવલિંગ છે. માન્યતા છે કે અહીંયા માતા લિંગ રૂપ માં વિરાજમાન છે. આ મંદિર ની ખાસિયત એ છે કે દરેક વર્ષે ગણેશ ચતુર્થી નો ઉત્સવ પૂર્ણ થવા ઉપર આ મંદિર ને 12 કલાક માટે શ્રદ્ધાળુઓ માટે ખોલવા માં આવે છે. દેવી ની એક ઝલક જોવા માટે હજારો ની સંખ્યા માં શ્રદ્ધાળુઓ આવે છે.

ઘસડાઇ ને પહોંચે છે શ્રદ્ધાળુઓ

એવી માન્યતા છે કે અહીંયા ખીરા અર્પિત કરવા થી માં ભક્તો થી ખુશ થાય છે અને મનમાંગી ઈચ્છા પૂરી કરે છે. ખાસ કરી ને એવા વિવાહિત જોડા માટે જે સંતાન ની ઈચ્છા રાખે છે. આખા રાજ્ય થી ભક્તો મા ના આશીર્વાદ લેવા માટે આવે છે. આ મંદિર પહાડ ની સૌથી ઉપર આવેલું છે પોતાની આ વિશેષતા માટે એ ફેમસ છે. એક વિશાળ પહાડ ઉપર આવેલું આ મંદિર પ્રવેશ કરવા માટે ભક્તો ને ધીમે ધીમે સરકવું પડે છે.

મંદિર નક્સલ પ્રભાવિત વિસ્તાર માં સ્થાપિત હોવા ના કારણે જિલ્લા પ્રશાસન ના તરફ થી સુરક્ષા ની સારી વ્યવસ્થા કરવા માં આવે છે. ભક્તો ને રોકાવા થી લઈ ને ખાવા-પીવા નું અને સુરક્ષાવ્યવસ્થા ની બધી વ્યવસ્થા મંદિર સમિતિ અને પ્રશાસન મળી ને કરે છે. આ મંદિર માં માતા ના દર્શન માટે છત્તીસગઢ ના સિવાય ઉડીસા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ થી પણ લોકો દર્શન માટે પહોંચે છે.

આ પણ વાંચો : દિવાળી નજીક હોવા છતાં દુકાનદારો નવરાધૂપ! : જાણો કારણ

તમને કદાચ ગમશે

Loading...