MDHના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું 99 વર્ષે દેહાંત થયું : જાણો વધુ

MDHના માલિક મહાશય ધર્મપાલ ગુલાટી નું દેહાંત થયું છે, અહેવાલો દાવો કરે છે કે શનિવારે રાજધાની દિલ્હી ના એક હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તે 99 વર્ષના હતા.

મહાશય ધર્મપાલ ગુલાટી, કંપનીના સ્થાપક – મહાશય ચુનીલાલ ગુલાટીના પુત્ર હતા,જે ભારતના ભાગલા પછી દિલ્હી આવી ગયા હતા.

એમડીએચ મસાલા ફેક્ટરી, જેને “મહાશિયાન દી હત્તી” તરીકે પણ ઓળખાય છે, તે 1959 માં ધર્મપાલ ગુલાટીએ કીર્તિ નગરમાં પ્લોટ ખરીદ્યા પછી રાજધાની દિલ્હીમાં સ્થાપના કરી હતી. શરૂઆતમાં, તેણે એક મસાલાની દુકાન શરૂ કરીહતી. પાછળથી, તેણે કારોલ બાગ વિસ્તારમાં અજમલ ખાન રોડ બીજી દુકાન સ્ટાર્ટ કરી હતી.

આ પણ જાણો : આ એક છે મૃત્યુ નો આઈલૈંડ, અહીં જનારા ક્યારેય પાછા જીવિત નથી આવતા

અહેવાલો અનુસાર, વર્ષ 2017 માં તેઓ ભારતમાં હાઈએસ્ટ પેઈડ FMCG (ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડઝ) સીઇઓ હતા.

મહાશય ધર્મપાલ ગુલાટીનો જન્મ પાકિસ્તાનના સિઆલકોટમાં થયો હતો. દુકાનમાં તેમના પિતાને મદદ કરવા માટે તે પાંચમા ધોરણમાં હતા ત્યારે શાળા છોડી દીધી હતી . પાર્ટીશન દરમિયાન, તેઓ તેમના પરિવાર સાથે દિલ્હી આવી ગયા હતા.

MDG આજે સ્વિટ્ઝરલેન્ડ, જાપાન, યુ.એસ. અને કેનેડા સહિત વિશ્વભરના વિવિધ દેશોમાં 62 પ્રોડક્ટસ અને મસાલા એક્સપોર્ટ કરે છે.

તમને કદાચ ગમશે