મમતાની ‘મહારેલી’માં વિશાળ જનમેદની ઉભરાઈ, કોંગ્રેસે કહ્યું: અલગ-અલગ રંગો છતા વિપક્ષ એક ઈન્દ્રધનૂષ સમાન

31
Loading...

લોકસભા ચૂંટણીની બરાબર પહેલા રાજકીય પીચ સ્વરૂપે કોલકાતામાં બ્રિગે઼ પરેડ ગ્રાઉન્ડ પર મમતા બેનર્જીએ અને વિપક્ષો બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે. ભાજપ વિરોધી મહારેલીના બહાને આજે શનિવારે કોલકાતામાં મમતા બેનર્જી પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ પર તૃણમૂલ કોંગ્રેસની મોટી રેલી થઈ રહી છે જેમાં પાર્ટીને આ રેલીમાં ઓછામાં ઓછા ત્રણ લાખ લોકો જોડાયા હોવાની આશા છે.  આ એન્ટી બીજેપી રેલીમાં વિપક્ષી પાર્ટીઓના ઘણા બધા દિગ્ગજ નેતાઓએ હાજરી આપી છે. શુક્રવારના રોજથી જ વિપક્ષી નેતાઓ કોલકાતા પહોંચી ગયા હતા.

મમતા બેનર્જીની આ મહારેલીમાં ૨૦ વિપક્ષી પાર્ટીઓ એક જ મંચ પર સાથે આવી છે. જો કે, હજી સુધી આમાંથી ઘણા બધા નેતાઓમાં હજી સુધી કોઈ ગઠબંધન નથી થયું. પરંતુ તેમ છતા પણ તેઓ આજે એક મંચ પર ભેગા થયા છે.  ઉલ્લેખનીય છે કે આ બધી જ પાર્ટીઓનો નિશાનો ભારતીય જનતા પાર્ટી પર છે.

૨૦ વિપક્ષી દળોને એક જ મંચ પર એકઠા કરીને લોકસભા ચૂંટણી ૨૦૧૯ની બરાબર પહેલા એવું લાગી રહ્યું છે કે, પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ફરી એક વખત વિપક્ષી એકતાની ઝલક જોવા મળી શકે છે. મમતા બેનર્જીના કોલકાતામાં યોજાયેલ ‘સંયુક્ત વિપક્ષી રેલી’માં તમામ વિપક્ષી નેતાઓ હાજર રહ્યા છે. 

પાટીદાર નેતા હાર્દિક પટેલે વિપક્ષી મહારેલીમાં કહ્યું કે, દેશને બચાવવા માટે બધા જ વિપક્ષોએ એક થવું જ પડશે. હાર્દિકે એમ પણ કહ્યું કે, સુભાષચંદ્ર બોઝ ગોરાઓ સામે લડ્યા હતા અને આપણે ચોરોની સામે લડવાનું છે. 

ટીએમસીની વિપક્ષી રેલીને સંબોધતા આરએલડી નેતા જયંત ચૌધરીએ કહ્યું કે, દેશમાંથી ચોરોને ભગાવવાના છે. તેમણે કહ્યું કે જો સારા દિવસો લાવવા હશે તો મોદીજીને તો ભગાવવા જ પડશે.

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેને કહ્યું કે, ક્ષેત્રીય પાર્ટી સાંપ્રદાયિક તાકાતોને જવાબ આપશે. ભાજપ સરકારમાં દલિતો અને આદિવાસીઓનું શોષણ થયું છે. 

ભાજપના નેતા શત્રુધ્ન સિન્હા મમતા બેનર્જીની મહારેલીમાં જોવા મળ્યા હતા શત્રુઘ્ન સિન્હાએ કહ્યું, દેશ બદલાવ ઈચ્છે છે. મને ઘણાં લોકો કહે છે કે, હું ભાજપ વિરૂદ્ધ બોલું છું. પરંતુ જો સાચુ કહેવું બળવાખોરી હોય તો હું બળવાખોર છું.

રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે, આપણે દેશને જોડવાનું કામ કરવાનું છે. ભાજપ ભગાવો, દેશને બચાવોનો સમય આવી ગયો છે.

આમ આદમી પાર્ટીના સંયોજનક અને દિલ્હીના મુખ્યમંત્રીએ અરવિંદ કેજરીવાલે પીએમ મોદી અને અમિત શાહ પર હુમલો કરતા કહ્યું કે બંનેની જોડીએ દેશને ભંગાર હાલતમાં મૂકી દીધો છે. યુવાનો પરેશાન થયા છે. નોકરીઓ ઓછી થઇ છે. મોદીએ મોટા પાયે નોકરીઓ આપવાની લાલચ આપીને જૂઠ ફેલાવ્યું છે. આજે સવા કરોડ નોકરીઓ ખતમ થઇ ગઇ છે. ખેડૂતની પરેશાની વધી ગઇ છે, આત્મહત્યા કરી રહ્યા છે.

કોંગ્રેસ તરફથી મમતા બેનર્જીની રેલીમીં સામેલ થયેલા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, આપણી વિપક્ષી એકતા ઈન્દ્રધનૂષની જેમ છે. આજે ૨૨ પાર્ટીઓનું ઈન્દ્રધનૂષ બન્યું છે. બધી પાર્ટીઓના રંગો અલગ-અલગ હોવા છતા પણ વિપક્ષ એ એક ઈન્દ્રધનૂષ છે. તેમણે કહ્યું કે હવે તો જનતાની પણ એ જ માંગ છે કે આ વખતે મોદી સરકાર ના જોઈએ. અભિષેક મનુએ કહ્યું કે મને એ વાતની અત્યંત ખુશી છે કે ભાજપને કોલકાતામાં રથયાત્રા કાઢવા માટે મંજૂરી ન આપવામાં આવી. 

મમતા બેનર્જીએ કોલકાતાની મહારેલી શરદ યાદવ કહ્યું કે દેશમાં સ્વતંત્રતા, ખેડૂતો, વેપાર-ધંધો વગેરે બધું જ ખતરામાં છે. તેમણે કહ્યું કે ભારતની સ્વતંત્રતાની લડાઈમાં જેટલું બલિદાન બંગાળે આપ્યું છે તેટલું દેશના બીજા કોઈ પણ રાજ્યએ નથી આપ્યું. શરદ યાદવે કહ્યું કે નોટબંધીને કારણે દેશની અર્થવ્યવસ્થા બગડી ગઈ છે.  

વિપક્ષી રેલીમાં ફારૂક અબ્દુલ્લાએ ઈવીએમની વિશ્વસનીયતા પર સવાલો ઉઠાવતા કહ્યું કે, ઈવીએમના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. એમ પણ સમગ્ર વિશ્વમાં ઈવીએમનો ઉપયોગ બંધ કરી દેવાયો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન કોણ બનશે એ તો પછીનો પ્રશ્ન છે પરંતુ પહેલા આપણે સૌએ એક સાથે મળીને મોદી સરકાર સામે લડવું પડશે. 

બસપા તરફથી આવેલ સતીશ ચંદ્ર મિશ્રાએ રેલીમાં કહ્યું કે, મોદી સરકાર દરેક મોરચામાં નિષ્ફળ રહી છે. સરકાર સત્તામાં આવી તે પહેલા તેણે ઘણા મોટા-મોટા વાયદાઓ કર્યા હતા પરંતુ સત્તા પર આવ્યા બાદ તેઓ તેમના જ કરેલા તમામ વાયદાઓને ભૂલી ગયા છે. તેમણે ગરીબો, ખેડૂતો, મજૂરો અને દલિતોને હેરાન પરેશાન કર્યા છે. કરોડો લોકો તેમના કારણે બેરોજગાર થઈ ગયા છે. કેન્દ્ર સરકારે ઘણા કારખાનાઓ બંધ કરાવી દીધા છે. જેથી મોદી સરકારને સત્તા પરથી ઉખાડી ફેંકવી જરૂરી છે. 

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ SEE FIRST કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમારે અવનવી મજેદાર પોસ્ટ અને આર્ટીકલ વાંચવા હોય તો અમારા આ પેઇઝને લાઇક કરવાનું ભૂલશો નહીં.

આ પેઇઝ પર તમને બધી પ્રકારની માહિતી મળતી રહેશે,

જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય. અત્યારે જ લાઇક કરો ફેસબુક પેઇઝ “Gujjutech” ને..

ઇન્સ્ટાગ્રામ પર ફોલ્લૉ કરવા અહીં ક્લીક કરો : gujjutech.in

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર

અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે અહીં ક્લિક કરો

તમને કદાચ ગમશે

Loading...