વાઘણ અવનિના આદમખોર હોવાના પુરાવા મળ્યા : બચાવવાના પ્રયાસો જારી

56
Loading...

બે વર્ષમાં વાઘણે ૧૩ લોકોનો ભોગ લીધો: કોર્ટના આદેશને કારણે તેને બેભાન કરવા કે ગોળી મારવા માટે સત્તાવાળાઓના હાથ બંધાયેલા છે

પંઢરકાવડાની એક વાઘણ અવનિ આદમખોર બની જતાં લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જોકે તેની ગંભીર નોંધ લઇને બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે ટકોર કરી હતી કે જો આ વાઘણ માણસ ખાવાની ટેવ ધરાવતી હોય તો તેણે ૨૮ ઓગસ્ટથી અત્યારસુધી કોઇની પર હુમલો કેમ ન કર્યો?

જોકે તેની ટકોરના એક દિવસ બાદ જ આ વાઘણ સરાતી ગામના જંગલ વિભાગના બેઝ કેમ્પ સાથેથી પસાર થતી જોવા મળી હતી અને તેની તસ્વીર કેમેરામાં પણ ઝડપાઇ હતી. તેણે બુધવારે સવારે એક ખેડૂતની ગાય મારી નાંખી હતી. ગભરાયેલા ખેડૂતે કેમ્પમાં જઇ સત્તાવાળાઓને જાણ કરી હતી. જ્યારે ટ્રેકર્સ ખેડૂત સાથે જંગલની અંદર ગયા તો વાઘણે તેમને આક્રમકતાપૂર્વક પડકાર્યા હતા.

સૂત્રોએ કહ્યું હતું કે ‘વાઘણને ઇન્જેક્શનથી બેભાન કરવું જોખમી અને અશક્ય છે. ગામથી માત્ર ૨૦૦ મીટરના અંતરે વાઘણના પગના ચિહ્નો જોયા હતાં. આનો મતલબ એમ થયો કે વાઘણ ફરી પાછી આ માર્ગે આવશે. અમે લોકોએ તેને તેના છુપવાના સ્થળેથી બહાર લાવવા માટે વ્યૂહાત્મકરીતે પેટ્રોલિંગ અને ટ્રેકિંગ પ્રેસરમાં નોંધપાત્ર ઘટાડો કરી દીધો હતો અને એ યુક્તિ કામે લાગી હોય તેમ લાગે છે.’

જોકે આ સ્થિતિ જોખમી પણ છે કેમ કે આ વિસ્તારમાં રાત્રે વીજળી આવતી હોવાથી ખેડૂતો રાત્રે તેમના ખેતરોને પાણી આપતા હોય છે. સોમવારે વાઘણનું એક બચ્ચું પણ ટ્રેકિંગ ટીમને જોવા મળ્યું હતું. હાઇકોર્ટે વાઘણ અને તેના બચ્ચાંને પકડી લેવા અથવા જો જરૂરી જણાય તો વાઘણને ગોળી મારી દેવાના ઓર્ડર અંગે હાઇકોર્ટ જાણવા માગે છે, પરંતુ સત્તાવાળાઓના હાથ બંધાઇ ગયા છે કેમ કે કોર્ટે કરેલા સવાલો પર તેમને જવાબ આપવાના છે.

ટ્રેકિંગ અને ટ્રેન્કવિલાઇઝિંગ ટીમોએ સાંજે વાઘણનો પીછો કરવાનું બંધ કર્યું હતું. સૂત્રોએ કહ્યું હતું કે ‘વાઘણ કોઇને નુકસાન ન પહોંચાડે તે માટે નાઇટ પેટ્રોલિંગ વધારી દેવા પડશે.’ પાંચ બચ્ચાઓ સાથે એક વાઘણ ચંદ્રપુર જિલ્લામાં ફરી રહી છે. શહેરથી માત્ર પાંચ કિલોમીટરની રેન્જમાં તે હોવાથી અમારે ખાસ કાળજી લેવી પડી રહી છે. તેણે જાન્યુઆરીમાં બચ્ચાંઓને જન્મ આપ્યો હતો ત્યારથી અમે તેને પાણી જેવી સવલતો આપી તેમને ત્યાં સુધી અટકાવી રાખ્યા છીએ તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસર સંતોષ તિપેએ જણાવ્યું હતું.

ચંદ્રપુર રેન્જમાં ચાર અને ત્રણ બચ્ચાં સાથે વધુ બે વાઘણ રહે છે. પરંતુ પાંચ બચ્ચાં હોય તેવી વાઘણ જવલ્લે જ જોવા મળે છે. મહારાષ્ટ્રનો યવતમાલ જિલ્લો છેલ્લાં કેટલાક વખતથી વાઘણના ખોફમાં જીવી રહ્યો છે. છેલ્લાં થોડાક સમયમાં વાઘણે ૧૩ લોકોના શિકાર કર્યા છે. તેની તલાશ માટે અત્યારસુધી ૨૦૦થી વધુ રેન્જર્સ તૈનાત કરવામાં આવી ચૂક્યા છે. જોકે તેને પકડવામાં કોઇ સફળતા મળી નથી. વાઘણ અવનીએ માણસનો પહેલો શિકાર જૂન ૨૦૧૬માં કર્યો હતો. એ પછી ઓગસ્ટ ૨૦૧૮ સુધી તેણે ૧૩ લોકોનો ભોગ લીધો હતો.

આ પણ વાંચો

19 ઓક્ટોમ્બર 2018, રાશિફળ – બધી જ રાશિઓ માટે, વૃષિક રાશિના જાતકો ખાસ વાંચો…

તમને કદાચ ગમશે

Loading...