મંગખૂટ વાવાઝોડું ચીનમાં ત્રાટક્યું : જુવો વીડિયો

87
Loading...

mangkhut ફિલિપાઇન્સ અને હોંગકોંગમાં તબાહી મચાવ્યા બાદ વાવઝોડાએ ચીનના દક્ષિણ ગ્વાંગડોંગ પ્રાંતમાં પહોંચ્યું :165 કીમીની ઝડપે ફૂકાતો પવન

ફિલિપાઇન્સ અને હોંગકોંગમાં તબાહી મચાવ્યા બાદ mangkhut વાવાઝોડું ચીનના દક્ષિણ ગ્વાંગડોંગ પ્રાંતમાં પહોંચ્યું છે વાવાઝોડું જિયાંગમેન શહેરના કિનારે રવિવારે સાંજે ત્રાટક્યું હતું અને 165 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો વાવાઝોડાથી રક્ષણ માટે આશરે 24 લાખ લોકોનું સુરક્ષિત સ્થાને સ્થળાંતર કરવામાં આવ્યું છે.

જ્યારે 48 હજાર માછીમારોને કિનારે બોલાવી લેવાયા હતા.આ ઉપરાંત 29 હજાર કંસ્ટ્રકશન સાઇટ અને 632 ટૂરિસ્ટ સ્પોટ બંધ કરી દેવાયા હતા. પ્રાથમીક માહિતી મુજબ ચીનના ગ્વાંગડોંગમાં વાવાઝોડાના કારણે બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે કે હોંગકોંગમાં 100 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ચીને બે એરપોર્ટ પર આશરે 400થી વધુ ફલાઇટ કેન્સલ કરી દીધી હતી. વાવાઝોડા mangkhut ની અસરથી અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ભારે વરસાદના કારણે ઘણા સ્થળોએ પૂરની સ્થિતિ નિર્માણ પામી છે.

તમને કદાચ ગમશે

Loading...