રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાની તબિયત નાજુક, ડોક્ટર અને પરિવાર ખડેપગે

113
Loading...

રાજકોટના રાજવી Manoharsinhji Jadeja (દાદા) છેલ્લા ઘણા વખતથી બિમાર છે. દરમિયાન આજરોજ તેમની તબિયત અચાનક વધુ લથડી છે. જેને પગલે પેલેસમાં નિષ્ણાંત ડોક્ટરોની દેખરેખમાં તેમની સઘન સારવાર ચાલી રહી છે. હાલ તેમના પરિવારના તમામ સભ્યોને પણ બોલાવી લેવામાં આવ્યા છે. દાદાની તબિયત લથડતા ક્ષત્રિય સમાજના આગેવાનો પણ પેલેસ ખાતે દોડી ગયા છે. અને નિષ્ણાંત ડોક્ટરોની દેખરેખમાં તેમની સઘન સારવાર ચાલી રહી છે.

ઉલ્લેખનીય છે કે, Manoharsinhji 1967 માં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી ચૂંટાયા હતા અને 1971 સુધી પોતાની સેવા આપી હતી. બાદમાં 1980-1985 અને 1990-1995 દરમિયાન ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યા હતા. દરમિયાન કેબિનેટમાં નાણાંમંત્રી, યુવા સેવાના પ્રધાન સહિતના પદ પણ તેઓ સાંભળી ચુક્યા છે અને 1998 બાદ તેમણે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઇસ પ્રેસિડન્ટ તરીકે પણ સેવા આપી હતી. મનોહરસિંહજીની તબિયત લથડતા સમગ્ર શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

તમે PUBG રમો છો તો થઈ જશો માલામાલ : શું છે કારણ જાણો

તમને કદાચ ગમશે

Loading...